મોઢું વકાસીને જોતું રહ્યું પાકિસ્તાન, તાલિબાની આતંકીઓ 18 પરમાણુ એન્જિનિયરોને ઉઠાવી ગયા, Video વાયરલ
તહરીક એ તાલિબાન પાકિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના ઘર્ષણની સ્થિતિએ હાલ પાકિસ્તાનને કફોડી સ્થિતિમાં મૂક્યું છે. એમાં પણ હવે તો ટીટીપીના આતંકીઓએ અતિ સુરક્ષિત જગ્યાએથી 18 એટમી એન્જિનિયરોનું અપહરણ કરતા હડકંપ મચી ગયો છે.
પાકિસ્તાનમાં તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ ડેરા ઈસ્માઈલ ખાનમાં પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગ (પીઈએસી)માં કામ કરતા 18 એન્જિનિયરોનું અપહરણ કરી લીધુ હોવાના સમાચાર વહેતા થયા છે. આ સાથે જ કથિત રીતે દેશની સૌથી મોટી યુરેનિયમ ખાણમાંથી મોટા પાયે યુરેનિયમની લૂંટ ચલાવી છે.
પાકિસ્તાન સરકાર આઘાતમાં
પરમાણુ વૈજ્ઞાનિકોના અપરહણે સમગ્ર દેશને આઘાતમાં નાખી દીધો છે. તેણે પાકિસ્તાનની બગડતી સુરક્ષા સ્થિતિ અને વધતી આંતરિક અરાજકતાને ઉજાગર કરી છે અને દુનિયાને દેખાડી દીધુ છે કે તે તેના આટલા મહત્વપૂર્ણ સ્થાની સુરક્ષા કરવામાં પણ કઈ રીતે નિષ્ફળ ગયું છે. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટ્સમાં એવું કહેવાય છે કે અપહરણ કરાયલા લોકો પરમાણુ એન્જિનિયર નહીં પરંતુ ત્યાં કામ કરતા મજૂર છે.
શાહબાજ સરકારને લગાવી ગુહાર
ટીટીપી આતંકીઓએ અપહ્રત કરાયેલા આ લોકોનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે. જેમાં આ લોકો શાહબાજ સરકારને ગુહાર લગાવી રહ્યા છે કે તેઓ તેમને આતંકીઓના કબજામાંથી છોડાવી લે. હાલ પાકિસ્તાન સરકારના સૌથી મોટા દુશ્મન બની બેઠેલા ટીટીપીના આતંકીઓનો હેતુ આ એન્જિનિયરોને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ ઈસ્લામાબાદ પર ટીટીપીના લોકો વિરુદ્ધ સૈન્ય હુમલા રોકવા માટે દબાણ નાખવાનો હતો. પોતાના નિવેદનમાં આતંકીઓએ હાલ પાકિસ્તાની જેલોમાં બંધ ટીટીપીના મુખ્ય આતંકીઓને છોડવાની પણ માંગણી કરી છે.
ખતરામાં પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ
આતંકીઓની આ હરકતે પાકિસ્તાન સરકારને ચિંતામાં નાખી છે. આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખુબ મહત્વનો અને સંવેદનશીલ પરમાણુ કાર્યક્રમ પણ જોખમમાં પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ટીટીપીએ યુરેનિયમનો એક મોટો ભંડાર લૂંટી લીધો છે. જેનાથી પરમાણુ સામગ્રીના સંભવિત દુરઉપયોગ વિશે આશંકાઓ વધી છે. આ સાથે જ એ પણ દર્શાવે છે કે પાકિસ્તાનના મહત્વકાંક્ષી ન્યૂક્લિયર પ્રોગ્રામના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા કેટલી જોખમમાં છે.
આ અપહરણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધેલા તણાવ દરમિયાન થયું છે. અફઘાનિસ્તાનમાં ટીટીપીના ઠેકાણાઓ વિરુદ્ધ પાકિસ્તાન દ્વારા હવાઈ હુમલા બાદ તાલિબાનના રક્ષા મંત્રાલયે જવાબ આપતા પાકિસ્તાન પર નિર્દોષ શરણાર્થીઓને પણ નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. હિંસક આદાન પ્રદાને બંને દેશો વચ્ચે સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવ્યા છે. અફઘાન તાલિબાને જવાબી કાર્યવાહીની પણ ચેતવણી આપેલી છે.
પાકિસ્તાન પોલીસ તપાસમાં લાગી
હવે પાકિસ્તાનની પોલીસ અપહરણ કરાયેલા લોકોને છોડાવવા માટે ઠેર ઠેર સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. તેમને શોધી રહી છે. પહેલેથી જ ટીટીપની વધતી તાકાત અને પાકિસ્તાની સૈન્ય કર્મીઓ પર તેમના વારંવાર હુમલાઓએ વિસ્તારમાં સુરક્ષા સ્થિતિની પોલ ખોલી છે. તેના પર હવે પરમાણુ પ્રોગ્રામ સાથે જોડાયેલા લોકોનું અપહરણ અને યુરેનિયમની ચોરી સમગ્ર દુનિયામાં પાકિસ્તાનની બેઈજ્જતી કરાવવા માટે પૂરતી છે.