કાબુલઃ હથિયારના દમ પર અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કરનાર તાલિબાને દેશમાં શરિયા કાયદો લાગૂ કરવાની જાહેરાત કરી છે. તે માટે તાલિબાનના સરગના હેબતુલ્લા અખુંદઝાદાના આદેશ પર એક સૈન્ય ટ્રિબ્યૂનલની રચના કરી છે. એક્સપ્રેસ ટ્રિબ્યૂને તાલિબાનના ઉપ પ્રવક્તા ઇનામુલ્લા સામાંગની તરફથી એક જાહેર નિવેદનના હવાલાથી જણાવ્યું કે, ટ્રિબ્યૂનલ શરિયા સિસ્ટમ, ડિક્રી તથા સામાજિક ફેરફારોને લાગૂ કરાવશે. ઓબૈદુલ્લા નિજામીને ટ્રિબ્યૂનલના ચેરમેન તથા સૈયદ આગાજને જાહિદ અખુંદઝાદાને ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૈન્ય ટ્રિબ્યૂનલને સરિયા કાયદાની વ્યાખ્યા, ઇસ્લામિક નાગરિક કાયદા પ્રમાણે ડિક્રી જારી કરવા અને ગુપ્ત વિભાગ, સેના, પોલીસ તથા તાલિબાનના અધિકારીઓ તથા કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ, કેસ કે અરજી દાખલ કરવાનો અધિકાર હશે. આ વચ્ચે અફઘાનિસ્તાનમાં વધી રહેલા આંતકી હુમલાએ તાલિબાનની શાસન ક્ષમતા પર સવાલ ઉભા કર્યા છે. 


આ પણ વાંચો- 'કોન્ડોમ કિંગ'ના નામથી જાણીતો છે આ વ્યક્તિ, રાજાની જેમ તૈયાર થઈ ફ્રીમાં વેચે છે નિરોધ


આંતરરાષ્ટ્રીય સ્તર પર તે ધારણા બનવા લાગી છે કે તાલિબાન અફઘાનિસ્તાનની જનતાની રક્ષા કરવામાં સક્ષમ નથી. જિયોપાલિટિકા ડોટ ઇન્ફોમાં લખનાર વલેરિયો ફાબરી કહે છે કે તાલિબાન પોતાની શાસન ક્ષમતા સાબિત કરવાી મોટી પરીક્ષામાંથી પસાર થઈ રહ્યું છે. આઈએસ-ખુરાસાનના વધતા હુમલા તાલિબાનની અલ્પસંખ્યા અને સામાન્ય જનતાની રક્ષા ક્ષમતા પર સવાલ ઉભા કરી રહ્યાં છે. જો તાલિબાન આ પડકારનો સામનો કરવા માટે પગલા નહીં ભરે તો અફઘાનિસ્તાનમાં ચોક્કસપણે ગૃહ યુદ્ધ થવાનું નક્કી છે.


ફાબરી અનુસાર તાલિબાનના શાસન સામે પડકાર અનેક છે, પરંતુ એવું લાગે છે કે તેની ગંભીરતાનો અનુભવ નથી કારણ કે તેનું આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા હાસિલ કરવાના એક માત્ર એજન્ડા પર ધ્યાન છે. તેમણે કહ્યું કે, તાલિબાને પશ્ચિમી નાણાકીય સંસ્થાઓ પર અફઘાન સેન્ટ્રલ બેન્કના ધનને જારી કરવાનો દબાવ બનાવ્યો છે. સંભવતઃ અત્યાર સુધી તેને તે અહેસાસ થઈ ગયો કે કોઈ દેશ પર બળ અને હિંસાથી કબજો કરવો તેના પર શાસન કરવાની તુલનામાં આસાન છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube