નવી દિલ્હી: શિકાગોમાં રહેનાર શિક્ષિકા મેરિસા ફોટિઓને પ્લેનમાં ખરાબ અનુભવ થયો છે, જેમાં તેમણે વિમાનમાં મુસાફરી કરતી વખતે કોવિડ ટેસ્ટ રિપોર્ટ મળતા જ ડરી ગઈ હતી. કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા શિક્ષકને લાગ્યું કે તેના કારણે અન્ય મુસાફરોમાં કોઈ ખતરો ઉભો ન થાય તેના માટે તેમણે બળજબરીથી પોતાની જાતને ટોયલેટમાં બંધ કરી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લેનમાં મુસાફરી દરમિયાન કોવિડના લક્ષણો દેખાવા લાગ્યા
મરિસા અમેરિકાનું શહેર શિકાગોથી યુરોપિયન દેશ આઈસલેન્ડના સફરે પ્લેનમાં હતી, ત્યારે તેણે રેપિડ લેટરલ ફ્લો ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એટલાન્ટિક મહાસાગરની ઉપરથી પસાર થતા સમયે તેમનામાં કોવિડના લક્ષણો દેખાવા લાગ્યા હતા. તેમના ગળામાં સમસ્યા થવા લાગી હતી.


4 કલાક પ્લેનના બાથરૂમમાં બેસી રહ્યા
આ વાતની જાણકારી તેમણે ફ્લાઈટ એટેંડેંટને આપી હતી, પરંતુ પ્લેનમાં કોઈ પણ સીટ ખાલી નહોતી. ત્યારે મરિસાએ પ્લેનના સ્ટાફને જણાવ્યું હતું કે બીજા મુસાફરીની સુરક્ષા માટે તે ટોયલેટમાં આઈસોલેટ થઈ જશે. ત્યાર પછી તેમણે જણાવ્યું હતું કે મને વિશ્વાસ થઈ રહ્યો નથી કે તેમણે પુરા 4 કલાક પ્લેનના બાથરૂમમાં વીતાવ્યા છે.


ટિકટોક વીડિયો પર મળ્યા 40 લાખ વ્યૂજ
મરિસાએ ટોયલેટમાં આઈસોલેટ થયા બાદ એક વીડિયો બનાવ્યો અને તે ટિકટોક પર અપલોડ કર્યો હતો. આ વીડિયોને 40 લાખ વ્યૂજ મળ્યા.


10 દિવસ સુધી આઈસોલેટમાં રહેશે મરિસા
કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી હવે તે 10 દિવસ સુધી આઈસોલેટમાં કોરોન્ટાઈન રહેવું પડશે. તેમની સાથે મુસાફરી કરનાર તેમના ભાઈ અને પિતાને પણ કોરોન્ટાઈન રહેવું પડશે, જેઓ પ્લેનમાં તેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા. કોવિડ ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ તેઓ સ્વિઝરલેન્ડની મુસાફરી કરી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube