લંડન: માઈક્રોવેવમાં ભોજન ગરમ કરવું એ ખુબ સામાન્ય વાત છે. સમયની અછતના કારણે આજકાલ લોકો દરેક ચીજ માઈક્રોવેવ ઓવનમાં ગરમ કરવાનું પસંદ કરે છે. પરંતુ ઈંગ્લેન્ડમાં એક ટીનેજર યુવતી સાથે દર્દનાક અકસ્માત થઈ ગયો. જેના કારણે તેની આંખોની રોશની થોડા સમય માટે જતી રહી. ધી સનની વેબસાઈટના અહેવાલ મુજબ આ ટીનેજર યુવતી નાશ્તો બનાવવા માટે માઈક્રોવેવનો ઉપયોગ કરી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અહેવાલ મુજબ યુવતીએ ઈંડા બોઈલ કરવા માટે માઈક્રોવેવમાં રાખ્યાં. યુવતીએ જેવા માઈક્રોવેવમાંથી બોઈલ કરેલા ઈંડા બહાર કાઢ્યાં કે તે ફાટી ગયાં. આ અકસ્માત બાદ તેની બંને આંખોની રોશની જતી રહી. જો કે થોડી દિવસો બાદ એક આંખમાં તેને દેખાતું તો થયું પરંતુ બીજી આંખમાં તો હજુ પણ તેને બરાબર દેખાતું નથી. આ ઘટના ઈંગ્લેન્ડના ન્યૂકેસલ શહેરમાં રહેતી કર્ટની વુડ (19) નામની યુવતી સાથે ઘટી. માઈક્રોવેવમાં ઈંડા બોઈલ કરવા દરમિયાન તે ગંભીર રીતે  ઘાયલ થઈ હતી. અકસ્માત ક્રિસમસના આગલા દિવસે થયો હતો. 



ભારતમાં તો ઘટ્યા ભાવ, પણ પાકિસ્તાનની પેટ્રોલ ડીઝલની કિંમતો જાણી ચોંકી જશો


યુવતીએ સવારના નાશ્તામાં બોઈલ ઈંડા ખાવાનો વિચાર કર્યો. તેણે જગમાં પાણી ભરીને તેમાં એક ઈંડું નાખ્યું અને માઈક્રોવેવમાં મૂકી દીધુ. તેના જણાવ્યાં મુજબ આ કામ તે પહેલા પણ કરી ચૂકી હતી. નોંધનીય છે કે ગત વર્ષ પણ સોશિયલ મીડિયામાં આવો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક છોકરાએ માઈક્રોવેવ ઓવનમાં બોઈલ કરેલા ઈંડા ગરમ કરવા મૂક્યા. ત્યારબાદ જેવું તે ઈંડાને તોડવા ગયો કે ઈંડું ફાટ્યું અને વિખેરાઈ ગયું. આ અકસ્માત પહેલા જ બ્રિટિશ મેડિકલ જનરલમાં માઈક્રોવેવ કંપનીઓએ બોઈલ કરેલા ઈંડા ગરમ ન કરવાની ચેતવણી ઉચ્ચારી હતી. તેમણે લખેલા પત્રમાં કહ્યું હતું કે માઈક્રોવેવ ઓવનમાં બોઈલ કરેલું ઈંડુ ગરમ કરવા મુકતા તેના ફાટવાથી આંખોની રોશની જઈ શકે છે. 


માઈક્રોવેવમાં ઈંડા બોઈલ કરવા જોઈએ. પરંતુ તેમાં બોઈલ ઈંડા ગરમ કરવાથી તેની અંદરનું તાપમાન વધી જાય છે. જેના કારણે અનેકવાર ઈંડાનો કેટલોક ભાગ સ્ટીમ બની જાય છે. જ્યારે માઈક્રોવેવના તરંગો એગ શેલને એટલું ગરમ કરતા નથી. આથી ગરમ કરવા છતાં એગ શેલ ક્રેક થતું નથી. પરંતુ જેવું ઈંડાને તોડે છે તો તે ફાટી જાય છે. અનેકવાર મોડીવાર સુધી બોઈલ ઈંડાને માઈક્રોવેવ ઓવનમાં ગરમ કરવા મૂકતા ઓવનની અંદર જ તે વિખેરાઈ જાય છે. જેનાથી ઓવન પણ ગંદુ થઈ જાય છે. 


(તસવીરો- સભાર બીપીએમ મીડિયા)


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...