વોશિંગટનઃ અમેરિકાના રાજ્ય ઓક્લાહોમામાં 'પોતાના મનોરંજન માટે 400 લોકોને ગોળી મારવા'ની ધમકી આપનારી એક કિશોરીને(Teen Girl) રાઈફલ અને ગોળીઓ સાથે પકડવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, એલેક્સિસ વિલ્સન(18) વર્ષની આ કિશોરી પર જૂઠો આતંકવાદી હુમલાનો આરોપ લગાવવાની સાથે બે લાખ પચાસ હજાર ડોલરના જામીન પર સ્થાનિક જેલમાં રાખવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પિટ્સબર્ગ શેરિફ કચેરીના એક રિપોર્ટ અનુસાર, આરોપી કિશોરીએ સોમવારે એક પિત્ઝા રેસ્ટોરન્ટમાં પોતાના સાથી કર્મચારીને જણાવ્યું કે, "તેણે એક સેમી ઓટોમેટિક AK-47 રાઈફલ ખરીદી છે. 400 લોકોને ગોળીઓ મારવાની છે." આ ઘટના પછી કિશોરીની સાથે કામ કરતા કર્મચારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરીને જણાવ્યું કે, "તેમની સાથે કામ કરતી વિલ્સન નામની એક કિશોરીએ તેમને રાઈફલના ફોટા બતાવ્યા છે અને જણાવ્યું છે કે, મેકએલેસ્ટરમાં તેની એક જુની સ્કૂલમાં જઈને તે આ બંદૂક ચલાવવા માગે છે."


'Howdy, Modi' માં થશે કંઇક મોટું, PM મોદીએ મને બોલાવ્યો હું જરૂર જઇશ: ટ્રમ્પ


આ માહિતી મળ્યા પછી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા વિલ્સનના ઘરે દરોડો પાડ્યો હતો. તેને પકડી લીધી હતી અને તેના ઘરમાંથી AK-47 રાઈફલ, કારતૂસ અને અન્ય ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. પોલીસે જ્યારે વિલ્સને જણાવેલી સ્કૂલમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, તેણે સ્કૂલમાં ચાકૂ ચલાવ્યું હતું અને તેના કેટલાક સામાન પર સ્વસ્તિક ચિન્હ રાખવાના કારણે ધોરણ-9માં જ તેને સ્કૂલમાંથી હાંકી કઢાઈ હતી. દોષી સાબિત થવાની સ્થિતિમાં વિલ્સને 10 વર્ષ સુધીની જેલની સજા કાપવી પડી શકે છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....