અમેરિકન મોડલ સાથે સ્પોર્ટ ક્લબમાં મુલાકાત થઇ, રાત્રે સાથે રોકાયા સવારે નગ્ન લાશ મળી...
મુળ ભારતનાં એક ડોક્ટરે અમેરિકન મોડલ સાથે રંગરેલિયા મનાવ્યા બાદ સવારે ડોક્ટરનાં ફ્લેટમાંથી નગ્ન હાલતમાં મૃત મળી આવી હતી
નવી દિલ્હી : પોપ્યુલર મોડલ ઓલ્યા લોન્જિલની પાર્ટી દરમિયાન ડ્રગનો ઓવરડોઝ લેવાનાં કારણે મોત નિપજ્યું હતું. આ મોડેલનું શબ એક ઇન્ડો - અમેરિકન ડોક્ટરનાં એપાર્ટમેન્ટમાંથી મળ્યું છે. મોડલનાં મોતની માહિતી પોલીસને ડોક્ટરે આપી હતી. રિપોર્ટ અનુસાર નવલ પારિખ નામનાં ડોક્ટરે પોલીસને જણાવ્યું કે, તેની મોડલ ઓલ્યા સાથે મુલાકાત મોડી રાત્રે એક સ્પોર્ટ બારમાં થઇ હતી. ડોક્ટરે કહ્યું કે આ યંગ મોડલ સાથે તે ઘણો લાંબો સમય સાથે રહ્યો હતો. બંન્નેએ દારૂ પી અને પછી બંન્ને ડોક્ટરનાં ફ્લેટ પર આવ્યા હતા.
આ મામલે તપાસ કરી રહેલી ટીમે ડોક્ટર નવલને જણાવ્યું કે, બંન્નેને ડ્રગ્સની લત્તનાં કારણે ડ્રગ્સ લીધું હતું અને પછી આખી રાત પાર્ટી કરી હતી. જો કે જ્યારે સવારે તે ઉઠ્યો તો ઓલ્યા મૃત હાલતમાં પડી હતી. જો કે આશરે 3 વાગ્યે ઓલ્યાનાં નસકોરાનાં અવાજ તેણે સાંભળ્યા હતા. જો કે જ્યારે તે સવારે ઉઠ્યો તો ઓલ્યા નિર્જીવ પડી હતી. ઓલ્યાને બેશુદ્ધ જોઇને ડોક્ટરે પોલીસને કોલ કર્યો હતો.
ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને કોકેન ડ્રગની બેગ તે જગ્યા પરથી મળી હતી જે બેડ સાઇડ પર ડોક્ટર નવલ અને ઓલ્યા સુતેલા હતા. અને મોડેલની ડેડબોડી ન્યુડ હાલતમાં પડી હતી. આ મુદ્દે પોલીસે મોડેલની ડ્રગ ઓવરડોઝનાં કારણે મોત થયું હોવાનો અંદેશો વ્યક્ત કર્યો હતો. જો કે ઓલ્યાનાં પરિવારનાં લકો અને મિત્રોનું માનવું છે કે, ઓલ્યા સાથે ડોક્ટરે જબરદસ્તી કરી હોઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓલ્યા પાર્ટીઝની ખુબ જ શોખીન હતી. તેનાં ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તે સતત મિત્રો સાથે પાર્ટી કરતી રહેતી હોવાનું સામે આવી રહ્યું છે.