આ શું! 10 વર્ષના છોકરાએ 13 વર્ષની છોકરીને કરી દીધી પ્રેગ્નેંટ, ડોક્ટરોને નથી વિશ્વાસ
દેશ-દુનિયામાં કિશોર છોકરીઓને ગર્ભવતી થવાની અથવા માતા બનવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. જો 10 વર્ષનો બાળક પણ કોઇ 13 વર્ષની છોકરીને પ્રેગ્નેંટ કરી શકે છે, તો તમે વિશ્વાસ કરી શકશો નહી. પરંતુ રૂસના આ અનોખા કેસે ડોક્ટરોને પણ વિચારવા પર મજબૂર કરી દીધા છે. બંને બાળકોએ એક ટીવી ચેનલ પર આવીને પોતાની આખી કહાણી સંભળાવી
મોસ્કો: દેશ-દુનિયામાં કિશોર છોકરીઓને ગર્ભવતી થવાની અથવા માતા બનવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવે છે. જો 10 વર્ષનો બાળક પણ કોઇ 13 વર્ષની છોકરીને પ્રેગ્નેંટ કરી શકે છે, તો તમે વિશ્વાસ કરી શકશો નહી. પરંતુ રૂસના આ અનોખા કેસે ડોક્ટરોને પણ વિચારવા પર મજબૂર કરી દીધા છે. બંને બાળકોએ એક ટીવી ચેનલ પર આવીને પોતાની આખી કહાણી સંભળાવી.
રશિયન કપલ ડારયા અને ઇવાન અલગ-અલગ સ્કૂલમાં ભણે છે. લગભગ એક વર્ષ કોમન મિત્ર દ્વારા zheleznogorsk શહેરમાં મળ્યા હતા. આ દરમિયાન બંને રિલેશનશિપમાં આવ્યા અને હવે ડારયા 8 અઠવાડિયાથી પ્રેગ્નેંટ છે.
ડોક્ટરોનું શું કહેવું છે
બાળક ઇવાનની તપાસ કરનાર એક પ્રમુખ રૂસી ડોક્ટર એવગેની ગ્રીકોવના અનુસાર ''દસ વર્ષના એક છોકરો શુક્રાણુનું ઉત્પાદન કરવા માટે યૌનરૂપથી અપરિપક્વ છે. તે આ ઉંમરમાં પિતા ન બની શકે. જ્યારે છોકરીનું કહેવું છે કે તેનો બીજો કોઇ પાર્ટનર નથી. છોકરીની વાત એક સાઇક્લોજિસ્ટે પણ સમર્થન કર્યું છે.
મેડિકલ તપાસ માટે સમહતિ
The Rossiya 1 ચેનલના શો 'Father at 10?'માં દર્શકોની સામે ઇવાન અને ડારયાના માતા-પિતાએ બાળકોના મેડિકલ ટેસ્ટ પર પોતાની સહમતિ વ્યક્ત કરી.
પુત્ર પર વિશ્વાસ
છોકરાની માતા ગેલિનાને વિશ્વાસ છે કે તે સાચું કહી રહ્યો છે. તેમણે કહ્યું કે મને મારા પુત્ર પર વિશ્વાસ છે કે તે પિતા બન્યો છે. હું સમજુ છું કે તેને પોતે આ વાતનો અહેસાસ નથી કે શું થયું છે?
બાળકો પેદા થવાનો ઇંતજાર
પ્રેંગનેટ છોકરી ડાયરાની માતા એલેનાનું કહેવું છેકે તે પુત્રીના ગર્ભમાં ઉછરી રહેલા બાળકને પાળવા માંગે છે. તેમની પુત્રીએ પણ સંબંધનો સ્વિકાર કર્યો છે. તો બીજી તરફ તેમના ઘરવાળાઓને આતુરતાપૂર્વક બાળકોની આતુરતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube