ચીન સરકારના એક નિર્ણયથી દેશની સૌથી મોટી સાર્વજનિક કંપની Tencentને મોટો ફટકો પડ્યો છે. ચીનની સરકારે ઓનલાઈન ગેમિંગ ઇન્ડસ્ટ્રીઝ પર નકેલ કસવા ગાઈડલાઈન જાહેર કરી છે. જેના કારણે કંપનીના શેર 16 ટકા ઘટ્યા અને થોડી જ મિનિટોમાં તેનું માર્કેટ કેપ $55 બિલિયન ઘટી ગયું હતું. 2008 પછી એક જ દિવસમાં કંપનીના શેરમાં આ સૌથી મોટો ઘટાડો છે. ચીનના ટોચના ગેમિંગ રેગ્યુલેટરે ઓનલાઈન ગેમિંગને કાબૂમાં લેવા માટે નવા નિયમો જારી કર્યા છે. આ કારણે Tencent તેમજ તેની હરીફ કંપની NetEase Inc.ના શેરમાં પણ 28%નો ઘટાડો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનનું ગેમિંગ માર્કેટ આ વર્ષે 14 ટકા વધીને $42.4 બિલિયન સુધી પહોંચવાની ધારણા હતી. ગયા વર્ષની શરૂઆતમાં તેમાં 10 ટકાનો ઘટાડો થયો હતો. ચીનની સરકારે 2020થી ખાનગી ક્ષેત્ર સામે મોરચો ખોલ્યો છે. સરકાર મોટી કંપનીઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેમાંથી એક સમયે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ જેક માની કંપની Ant Group Co. અને Alibaba Group Holding Ltd.નો પણ સમાવેશ થાય છે. ચીનની સરકાર કંપનીઓના ખર્ચ પર મર્યાદા લાદી રહી છે જેથી ખાનગી કંપનીઓને પાવરફૂલ બનવાથી રોકી શકાય.


Tencent ના માર્કેટ કેપમાં મોટો ઘટાડો
Tencent વિશ્વની સૌથી મોટી ગેમિંગ પબ્લીશર કંપની છે. જેનું અમેરિકાની Epic Games Inc. થી લઈને યુરોપની Supercell માં પણ રોકાણ છે. શુક્રવારના ઘટાડા પહેલા તેનું માર્કેટ કેપ $391.57 બિલિયન હતું. તે ચીનની સૌથી મોટી પબ્લિક હોલ્ડિંગ કંપની છે. તે વિશ્વની સૌથી મોટી કંપનીઓની યાદીમાં 21મા નંબર પર છે. ચીન વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ હાલના સમયમાં તે ઘણા મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. રેગ્યુલેશન મજબૂત થવાને કારણે વિશ્વની ઘણી કંપનીઓ ચીનથી પોતાના બોરિયા બિસ્તરા સમેટી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube