પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા મોટો આતંકી હુમલો, 10 પોલીસકર્મીઓના મોત
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા છે.
પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા (કેપી) પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકીઓએ કરેલા હુમલામાં ઓછામાં ઓછા 10 પોલીસકર્મીઓના મોત થયા છે. જ્યારે 6 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યાં મુજબ અજાણ્યા આતંકીઓએ ગઈ કાલે રાતે ડીઆઈ ખાનની તહસીલ દરબાનમાં પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ હુમલો એવા સમયે થયો જ્યારે ત્રણ દિવસની અંદર 8 ફેબ્રુઆરીએ દેશમાં સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત મતદાન થવાનું છે.
કેપી પોલીસ પ્રમુખ અખ્તર હયાત ગંડાપુરે જણાવ્યું કે 30થી વધુ આતંકીઓએ ત્રણેય દિશાઓથી હુમલો કર્યો. અઢી કલાકથી વધુ સમય સુધી ફાયરિંગ થયું. મૃતકોમાં એલીટ પોલીસ દળના ઓછામાં ઓછા છ કર્મીઓ સામેલ હતા. ઘાયલ વ્યક્તિઓને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ લઈ જવાયા છે.
પોલીસે કહ્યું કે આતંકીઓએ ચારેબાજુથી સ્ટેશન પર હાથગોળા ફેંક્યા અને સ્પ્રે પણ કર્યું. પોલીસે પણ હુમલાનો જવાબ આપ્યો. જો કે આતંકીઓ વિસ્તારમાંથી ભાગવામાં સફળ રહ્યા.
થોડા સમય માટે આતંકીઓ પોલીસ સ્ટેશન પર કર્યો કબજો
ગંડાપુરે જણા્યું કે સોમવારે થયેલા હુમલા દરમિયાન આતંકીઓએ થોડીવાર માટે પોલીસ સ્ટેશન પર કબજો જમાવી લીધો હતો. ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકી હુમલાઓથી સૌથી વધુ પ્રભાવિત રહ્યો છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સરહદી વિસ્તાર વર્ષોથી ઉગ્રવાદીઓના કેન્દ્રમાં રહ્યો છે. પ્રતિબંધિત ટીટીપી અને ઈસ્લામિક સ્ટેટ, બંને આતંકી સંગઠનોના યોદ્ધાઓ સરકાર અને સિક્યુરિટી ટાર્ગેટ્સને સતત નિશાન બનાવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube