Thailand becomes first Asian country to legalise growing cannabis: થાઈલેન્ડ એશિયાનો એવો પહેલો દેશ બની ગયો છે જેણે ગાંજો પીવો અને ઘરમાં તેની ખેતીને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. થાઈલેન્ડના લોકો હવે ગાંજો શાકભાજીની જેમ ઉગાડી શકશે. થાઈ સરકારે ગાંજાને પ્રતિબંધિત ડ્રગ્સની યાદીમાંથી હટાવી દીધુ છે. થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી અનુતિન ચાર્નવિરાકૂલે આ અંગે જાહેરાત કરી. તેમણે કહ્યું કે સરકારની યોજના સમગ્ર દેશમાં ગાંજાના એક મિલિયન એટલે કે 10 લાખ બીજ મોકલવાની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થાઈલેન્ડના સ્વાસ્થ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે તેઓ થાઈલેન્ડને એક 'વીડ વંડરલેન્ડ' તરીકે વિક્સિત કરવા માંગે છે. હવે નવા નિયમ મુજબ થાઈલેન્ડના લોકોને મેડિકલ આધારે ગાંજાની ખેતી, ખાવાની અને વેચવાની મંજૂરી અપાઈ છે. જો કે માત્ર મનોરંજન હેતુથી ગાંજો ફૂંકવા ઉપર હજુ પણ પ્રતિબંધ છે. એટલું જ નહીં સરકારે વેચવાના ગાંજાના ટીએચસી લેવલ ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જેનો હેતુ લોકોને ગાંજો ફૂંકીને નશો કરતા રોકવા અને તેનો ઉપયોગ ફક્ત દર્દથી રાહત મેળવવા માટે છે. 


બીજી બાજુ ગાંજાનું સમર્થન કરનારા લોકોનું કહેવું છે કે આ પગલાંથી આ પ્રોડક્ટ હવે ગુનો રહેશે નહીં. થાઈલેન્ડની સરકારને આશા છે કે ગાંજાના પાકથી ભરપૂર કમાણી થશે અને કોરોનાના મારથી નબળી પડેલી અર્થવ્યવસ્થા મંદીમાંથી બહાર નીકળશે. ગાંજાથી બનેલી મીઠાઈ વેચનારા ચોકવાન કિટ્ટી ચોપકા આ મુદ્દે કહે છે કે કોરોના બાદ અર્થવ્યવસ્થા એટલી ખાઈમાં ધકેલાઈ છે કે, હવે વાસ્તવમાં તેની જરૂર છે. 


થાઈલેન્ડમાં કેટલાક લોકોએ ગાંજાને મળેલી મંજૂરી પર ખુબ ઉજવણી પણ કરી. તેમણે કેફેમાં જઈને મારિઝુઆના ખરીદ્યો જેને ગાંજાના છોડના એવા ભાગમાંથી બનાવવામાં આવે છે જેમાં નશાની ક્ષમતા ઓછી હોય છે. આ લોકો બેંગકોકના હાઈલેન્ડ કેફે પહોંચ્યા જ્યાં તેમણે સુગરકેન, બબલગમ, પર્પલ અફઘાની અને યુએફઓ નામની ગાંજાથી બનેલી ચીજો ખરીદી. ગાંજો ખરીદવા માટે સૌથી પહેલા પહોંચેલા રિટીપોંગ બાચકૂલે કહ્યું કે, હું હવે બૂમો પાડીને કહી શકું છું કે હું ગાંજો પીનારો છું. મારે હવે આ વાત છૂપાવવાની જરૂર નથી. કારણ કે તેને પહેલા ગેરકાયદેસર ડ્રગ માનવામાં આવતી હતી.


મોબાઈલ યૂઝર્સ સાવધાન...તમારી આ એક ભૂલ તમને ભારે પડી શકે છે, ઉંમર ઘટી જશે!


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube