કોક: થાઈલેન્ડની ગુફામાં લગભગ 14 દિવસથી ફસાયેલા બાળકોને બચાવવા માટે વાયુસેના દ્વારા ચલાવવામાં આવી રહેલા બચાવ કાર્યને હાલ રોકી દેવાયું છે. થાઈલેન્ડમાં સતત વરસી રહેલા વરસાદના કારણે બચાવકાર્ય રોકાયું છે. સેના તરફથી અધિકૃત રીતે કહેવાયું છે કે ગુફામાં હવે માત્ર 15 ટકા ઓક્સિજન બચ્યો છે. આવામાં બાળકો પર બીમારીનું જોખમ તોળાઈ રહ્યું છે. થાઈ નેવી સીલના ચીફ એડમિરલ અપાકોર્નનું કહેવું છે કે ઓક્સીજનની કમીના કારણે બાળકોમાં હાઈપોક્સિયાનું જોખમ તોળાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ  ચિયાંગ રાય પ્રાંતના ગવર્નરે નેવી ચીફની વાતોને ફગાવી દીધી છે. ગવર્નરનું કહેવું છે છે કે બ્રિટિશ એક્સપર્ટ્સે તેમને એ વાતની જાણકારી આપી છે કે 12 બાળકો ગુફાની જે ચેમ્બરમાં ફસાયા છે, ત્યાં પર્યાપ્ત માત્રામાં ઓક્સીજન છે. તેમણે કહ્યું કે હાલમાં વરસાદના કારણે હાલાત ખરાબ થયા છે પરંતુ વરસાદ થોભી જશે કે તરત સેના પોતાનું કામ શરૂ કરી દેશે. 


થાઈલેન્ડના ગૂમ થયેલા બાળકોનો VIDEO આવ્યો સામે, જોઈને હાજા ગગડી જશે


એક ગોતાખોર (મરજીવો)નું મોત
સેના સાથે રાહતકાર્યમાં લાગેલા ગોતાખોરોમાંથી એકનું ગુફામાંથી બહાર નીકળતા સમયે મોત થયું. કહેવાય છે કે ગોતાખોરનું મોત ઓક્સીજનની કમીના કારણે થયું છે. ઓફિસરોના જણાવ્યાં મુજબ સમન બાળકોને ઓક્સીજન આપીને પાછા ફરી રહ્યાં હતાં ત્યારે તેમના સિલિન્ડરનો ઓક્સિજન ખતમ થઈ ગયો. ઓક્સિજન ખતમ થઈ જતા તેમનું મોત નિપજ્યું. 


થાઈલેન્ડ: ગુફામાં ફસાયેલા બાળકોને બચાવવા મથામણ કરી રહેલા પૂર્વ નેવી સીલનું મોત


ગુફામાં કેવી રીતે પહોંચ્યા બાળકો
અત્રે જણાવવાનું કે 12 બાળકો અને તેમના એક કોચ મેચ પૂરી થયા બાદ ગુફામાં ફરવા ગયા હતાં. આ બધા અંડર 16 ફૂટબોલની ટીમના ખેલાડી છે. જેમની ઉંમર 11થી 16 વર્ષની વચ્ચે છે. 12 બાળકો સાથે ગુફામાં તેમના કોચ પણ હાજર છે. આ ગુફા 10 કિલોમીટર લાંબી છે અને વરસાદની ઋતુમાં જુલાઈથી નવેમ્બર વચ્ચે ગુફા બંધ કરી દેવાય છે. કહેવાય છે કે જે સમયે બાળકો અને તેમના કોચ ગુફામાં અંદર ગયા ત્યારે ત્યાં વરસાદ થવા લાગ્યો. જેના કારણે તેઓ ત્યાં ફસાઈ ગયાં.