થાઈલેન્ડથી એક શોકિંગ સમાચાર આવ્યા છે. રાજધાની બેંગકોકમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને જઈ રહેલી બસ આગની જ્વાળામાં સમાઈ જતા બસમાં સવાર બાળકો સહિત 25ના મોતની આશંકા સેવાઈ રહી છે. અધિકારીઓ અને બચાવકર્મીઓએ આ જાણકારી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ થાઈલેન્ડના પરિવહન મંત્રી સૂરિયા જુંગરુંગરુએંગકિતે ઘટનાસ્થળ પર પત્રકારોને જણાવ્યું કે બસમાં બાળકો અને શિક્ષક સહિત 44 લોકો સવાર હતા અને તમા લોકો શાળાના એક પ્રવાસ માટે કેન્દ્રીય ઉથાઈ થાની પ્રાંતથી બેંગકોકના અયુત્થાયા તરફ જઈ રહ્યા હતા. ત્યારે રાજધાનીના ઉત્તરી ઉપનગર પથુમ થાની પ્રાંતમાં  બપોરે બસમાં આગ લાગી ગઈ. 


ગૃહમંત્રી અનુતિન ચાર્નીવિરાકુલે કહ્યું કે અધિકારી હજુ સુધી મોતની સંખ્યાની પુષ્ટિ કરી શકતા નથી કારણ કે તેઓ ઘટનાસ્થળની તપાસ પૂરી કરી શક્યા નથી. તેમણે કહ્યું કે જીવતા બચેલા લોકોની સંખ્યાના આધારે 25 લોકોના મોતની આશંકા છે. તેમણે એમ પણ કહ્યું કે બસ હજુ પણ એટલી ગરમ હતી કે તેઓ સુરક્ષિત રીતે અંદર જઈ શક્યા નહીં. 


સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો પણ જોવા મળી રહ્યા છે જેમાં બસ ભડકે બળી રહી છે અને તેમાંથી કાળા ધૂમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થીઓની ઉંમર અને આ ઘટના મામલે અન્ય માહિતી હજુ ઉપલબ્ધ નથી. 


ઘટનાસ્થળ પર હાજર એક બચાવકર્મીએ જણાવ્યું કે કદાચ બસનું એક ટાયર ફાટી જવાના કારણે પછી રોડ અવરોધક સાથે અથડાવવાના કારણે આગ લાગી. બચાવ સમૂહ હોંગસાકુલ ખલૌંગ લુઆંગ 21એ સોશિયલ મીડિયા મંચ ફેસબુક પર જણાવ્યું કે બસમાંથી ઓછામાં ઓછા 10 મૃતદેહો મળ્યા છે.