બેંગકોકઃ થાઈલેન્ડના પ્રધાનમંત્રી પ્રયુત ચાન-ઓચાએ બેંગકોકમાં સાપ્તાહિક સંવાદદાતા સંમેલન દરમિયાન ગુસ્સે થઈ સામે ઉભેલા પત્રકારો પર સેનેટાઇઝર છાંટી દીધું હતું. મંત્રીમંડળમાં સંભવિત ફેરફારને લઈને અંતિમ સવાલથી ગુસ્સે થયેલા પ્રધાનમંત્રીએ સંવાદદાતાઓને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહ્યું હતું. ત્યારબાદ તેમણે એક સેનેટાઇઝરની બોટલ કાઢી અને સામે રહેલા પત્રકારો પર છંટકાવ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના સ્વભાવને કારણે બદનામ છે થાઈલેન્ડના પીએમ
વર્ષ 2014માં ચૂંટાયેલી સરકારના તખ્તાપલટ કર્યા બાદ સત્તામાં આવેલા પૂર્વ સૈન્ય કમાન્ડર પ્રયુત અસામાન્ય વ્યવહાર અને ખરાબ સ્વભાવને કારણે ઓળખવામાં આવે છે. પૂર્વમાં પણ મીડિયા સાથે વાતચીત દરમિયાન એક પત્રકારની વાત સાંભળી કેમેરામેન પર તેમણે કેળાની છાલ ફેંકી દીધી હતી. 


Myanmar માં હવે મીડિયા પર હુમલો, સૈન્ય શાસને પાંચ કંપનીઓના લાયસન્સ રદ્દ કર્યા 


રાજાની ટીકા કરવા પર 15 વર્ષની સજા
થાઈલેન્ડમાં રાજાની ટીકા કરવા પર 15 વર્ષની જેલની સજાની જોગવાઈ છે. ત્યારબાદ પણ લોકતંત્ર સમર્થક લોકો રાજા વિરુદ્ધ રસ્તા પર ઉતરી રહ્યાં છે. થાઈલેન્ડમાં 18 જુલાઈએ જ રાજા રામ વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યું છે. પ્રદર્શનકારી દેશમાં સ્વતંત્ર ચૂંટણી કરાવવા, નવા બંદારણને બનાવવા અને રાજા રામની સેનાની પજવણી બંધ કરાવવાની માંગ કરી રહ્યાં છે. દેશમાં વર્ષ 1932થી બંધારણીય રાજતંત્ર લાગૂ છે. રાજા રામ કોરોના મહામારી વચ્ચે વિદેશમાં રજાઓ માણવાને લઈને જનતાના નિશાના પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube