સ્ટોકહોમઃ વર્ષ 2019નું રસાયણ વિજ્ઞાનનું ( chemistry) નોબેલ પ્રાઇઝ (nobel prize) ત્રણ વૈજ્ઞાનિકોને સંયુક્ત રૂપથી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણ નામ છે જોન બી ગુડઇનફ, એમ સ્ટૈનલી વિટંગમ અને અકીરા યોશિનો. 97 વર્ષના જોન ગુડઇનફ અમેરિકી પ્રોફેસર છે અને આટલી ઉંમરમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ છે. આ સિવાય વિટંગમ સ્ટૈનલી વિટંગમ ઇંગ્લિશ-અમેરિકન કેમિસ્ટ છે અને વર્તમાનમાં બિંગમ્ટન યૂનિવર્સિટીમાં પ્રોફેસર છે. અકારી યોશિનો જાપાની વૈજ્ઞાનિક છે. તે લીથિયમ આયન બેટરીના શોધકર્તા પણ છે. લીથિયમ આયન બેટરીનો ઉપયોગ મોબાઇલ ફોન અને નોટબુકમાં કરવામાં આવે છે. 


જ્યૂરીએ કહ્યું, 'આ હળવી, પુનઃ રિચાર્જ થઈ શકતી અને શક્તિશાળી બેટરિઓનો ઉપયોગ હવે મોબાઇલ ફોનથી લઈને લેપટોપ અને ઇલેક્ટ્રિક વાહનો વગેરેમાં થાય છે. તેમાં સૌર અને પવન ઉર્જાની સારી માત્રા સંગ્રહિત કરી શકાય છે, જેથી પેટ્રોલ-ડીઝલ જેવા અશ્મિભૂત બળતણથી મુક્ત સમાજ તરફ આગળ વધવું સંભવ થશે.'


વાંચો વિશ્વના અન્ય સમાચાર