સ્ટોકહોમઃ આ વર્ષના સાહિત્યના નોબેલ પુરસ્કારની જાહેરાત થઈ ગઈ છે. સાહિત્યમાં (literature) ફ્રાન્સની લેખિકા એની અર્નાક્સને ( Annie Ernaux)  વર્ષ 2022નો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. એની અરનાક્સનો જન્મ વર્ષ 1940માં થયો હતો અને તે નોરમેન્ડીના નાના શહેર યવેટોટમાં અભ્યાસ કરી મોટી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનીનું માનવું છે કે લેખન એક રાજકીય કાર્ય છે, જે સામાજિક અસમાનતા માટે આપણી આંખો ખોલે છે. આ ઉદ્દેશ્ય માટે તે ભાષાનો 'ચાકૂ'ના રૂપમાં ઉપયોગ કરે છે. એનીના માતા-પિતાની એક સંયુક્ત દુકાન અને કેફે હતું. તેની પારિવારિક સ્થિતિ ખરાબ હતી, પરંતુ તે મહત્વાકાંક્ષી હતી. તે માતા-પિતા સાથે તેણે પોતે શ્રમજીવી અસ્તિત્વમાંથી બુર્જિયો સુધીનું જીવન જીવ્યું. આ જીવનની યાદો તે ક્યારેય ભૂલ્યા નહીં. પોતાના લેખનમાં અર્નાક્સે સમાજની આ વિસંગતિયોનો ઉલ્લેખ કર્યો. લેખક બનવાનો તેમનો માર્ગ લાંબો અને મુશ્કેલ હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube