દુનિયાના સૌથી મોટા અરબપતિ અને એમેઝોન કંપનીના CEO જેફ બેઝોસે પોતાના બાળપણના સપનાને સાકાર કરવા માટે અંતરિક્ષની યાત્રા કરવા જઈ રહ્યા છે. બેઝોસ પોતાની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટથી 20 જુલાઈએ અંતરિક્ષ યાત્રા પર રવાના થશે. આ યાત્રા દરમિયાન જેફ બેઝોસ કુલ 11 મિનિટ સુધી અંતરિક્ષમાં રહેશે. દુનિયાના સૌથી મોટા પૈસાદાર બેઝોસની પાસે 190 અરબ ડોલરની સંપત્તિ છે. તે ઈચ્છે તો પોતાના ઝડપી ચાલતાં પ્રાઈવેટ જેટની મદદથી આખી દુનિયાને માપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઝોસની પાસે આલીશાન યોટ છે. જેની મદદથી તે ઈચ્છે ત્યારે દુનિયાના કોઈપણ સમુદ્રમાં મુસાફરી પર નીકળી શકે છે. બેઝોસ પોતાના પરિવાર અને દોસ્તો માટે એક આખો ટાપુ ખરીદી શકે છે. અને ત્યાં એશો-આરામથી જિંદગી વિતાવી શકે છે. આ બધી સંભાવનાઓ હોવા છતાં જેફ બેઝોસ માત્ર 11 મિનિટની મુસાફરી માટે આ મોટું જોખમ લઈ રહ્યા છે. તેમાં બેઝોસનો જીવ પણ જઈ શકે છે. ત્યારે અમે તમને સમજાવીશું કે જેફ બેઝોસને પોતાની અંતરિક્ષ યાત્રામાં કયા-કયા પડકારનો સામનો કરવો પડશે.


ખતરાથી ભરેલો છે પ્રવાસ, કલ્પના ચાવલાનો ગયો હતો જીવ:
ભારતીય મૂળની અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાનું સ્પેસની ઉડાન દરમિયાન મોત થયું હતું. આ ખતરાને જોતાં બેઝોસની કંપની બ્લૂ ઓરિજિન છેલ્લાં એક દાયકાથી પોતાના ન્યૂ શેફર્ડ રોકેટ પર ઘણી મહેનત કરી રહી છે. આ રોકેટના અનેક સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યા છે. બેઝોસ અને તેમના ભાઈ જે રોકેટથી જઈ રહ્યા છે તે સંપૂર્ણ રીતે ઓટોનોમસ છે. 


જોકે તેમાં પણ ખતરો તો છે. બેઝોસ અને તેમના સાથીઓ અંતરિક્ષમાં જશે અને પછી પાછા આવી જશે. તે લગભગ 11 મિનિટ માટે અંતરિક્ષમાં રહેશે. બેઝોસની ઉડાન ધરતીથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ સુધી હશે. તેને બહારના અંતરિક્ષની શરૂઆત માનવામાં આવે છે.


રોકેટથી આવશે અને સ્પેસ કેપ્સૂલની મદદથી આવશે બેઝોસ:
અંતરિક્ષમાં લઈ જનારા કોઈ રોકેટની અંદર એટલી તાકાત હોવી જોઈએ કે તે ઓછામાં ઓછું 27 હજાર કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી રોકેટને ઉડાવી શકે. જોકે પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ અંતરિક્ષયાનને પોતાની તરફ ખેંચી શકે છે. આથી અત્યંત ઝડપી સ્પીડથી ઉડાન ભરવું જરૂરી હોય છે. બેઝોસનું ન્યૂ શેફર્ડ રોકેટ સબઓર્બિટલ ફ્લાઈટ છે અને તે અવાજ કરતાં ત્રણ ગણી સ્પીડથી અંતરિક્ષ તરફ આગળ વધશે. 


તે ત્યાં સુધી અંતરિક્ષમાં જશે જ્યાં સુધી તેનું તમામ ઈંધણ ખતમ ન થઈ જાય. તેના પછી ચાલક ટીમની કેપ્સૂલ રોકેટની સૌથી વધારે ઉંચાઈ સુધી પહોંચવા પર રોકેટથી અલગ થઈ જશે અને થોડાક સમય સુધી અંતરિક્ષમાં ફરતું રહેશે. આ દરમિયાન ચાલક ટીમને કેટલીક મિનિટ સુધી ભારહીનતાનો અનુભવ થશે. જે એટલી ઉંચાઈ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ખતમ થવાના કારણે થાય છે. તેના પછી સ્પેસ કેપ્સૂલ બેઝોસને લઈને ધરતી તરફ રવાના થશે. ન્યૂ શેફર્ડ રોકેટ પોતાની સ્પીડને ઓછી કરવા માટે પેરાશૂટને ખોલી નાંખશે. બીજીબાજુ રોકેટ અલગથી ઉડાન ભરતું રહેશે અને પોતાના એન્જિનને ફરીથી ચાલુ કરી દેશે. તેના પછી તે પોતાના કમ્પ્યૂટરની મદદથી યોગ્ય જગ્યાએ લેન્ડ કરશે.


બેઝોસની અંતરિક્ષ ઉડાનમાં કેટલો ખતરો:
બેઝોસની કંપની બ્લૂ ઓરિજિનની ન્યૂ શેફર્ડ કેપ્સૂલ સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે. અને તેને પાઈલટની જરૂરિયાત નથી. અત્યાર સુધી કે 15 ટેસ્ટ ઉડાનમાં આ કેપ્સૂલને લઈને ક્યારેય કોઈ દુર્ઘટના થઈ નથી. તેનો અર્થ એ થયો કે બેઝોસની અંતરિક્ષની ઉડાનમાં ખતરો ઓછો છે. જોકે તેનો અર્થ એ નથી કે બેઝોસની ઉડાન સંપૂર્ણ રીતે ખતરા મુક્ત છે. સબઓર્બિટલ ફ્લાઈટના કારણે આ રોકેટને બહુ વધારે સ્પીડ અને ધરતીની કક્ષામાં ફરીથી પ્રવેશ કરવા માટે જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. 

કોરોનાની બીજી લહેરમાં 719 ડોક્ટરોએ ગુમાવ્યો જીવ, બિહારમાં સૌથી વધુ મોત


તેનાથી ખતરો ઓછો થશે. જોકે અંતરિક્ષ યાનના ધરતીની કક્ષામાં ફરીથી પ્રવેશ કરવા પર તેનું તાપમાન 3500 ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જાય છે. તેના કારણે અંદર બેઠેલા અંતરિક્ષયાત્રીઓને ભારે દબાણનો સામનો કરવો પડે છે. એક નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. બેઝોસ લગભગ 3,50,000 ફૂટની ઉંચાઈ પર જઈ રહ્યા છે. અહીંયા જે કેપ્સૂલમાં જઈ રહ્યા છે. તેમને સ્પેસશૂટ પહેરવાની જરૂરિયાત નહીં રહે. જો કેબિનમાં ઓક્સિજનની અછત સર્જાશે તો ત્યાં ઓક્સિજન માસ્ક રહેશે.જેનાથી તે શ્વાસ લઈ શકશે.

ચીને ભારતમાં બનાવી પોતાની 'સાઇબર આર્મી', ડેટા ચોરવાની સાથે 150 કરોડની છેતરપિંડી


બાળપણનું સપનું પૂરું કરવા માટે લઈ રહ્યા છે જોખમ:
બેઝોસના ન્યૂ શેફર્ડ રોકેટને તે પ્રમાણે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જો કોઈ ઈમરજન્સીની સ્થિતિ આવે તો કેપ્સૂલ વચ્ચે રસ્તામાં જ રોકેટથી અલગ થઈ જશે અને યાત્રી તે રોકેટથી દૂર થઈ જશે. એટલું જ નહીં કેપ્સૂલને એ પ્રમાણે બનાવવામાં આવી છે કે જો પેરાશૂટ નહીં ખૂલે તો પણ તે પૃથ્વી પર સહી સલામત રીતે ઉતરી જશે. વિશેષજ્ઞોના જણાવ્યા પ્રમાણે આટલી સુરક્ષા પછી પણ બેઝોસની આ અંતરિક્ષ યાત્રા સંપૂર્ણ રીતે ખતરાથી મુક્ત નથી. તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. 


વર્ષ 2014માં વર્જિન ગેલેક્ટિકની એક ઉડાન અનેક ટુકડામાં વહેંચાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક પાઈલટનું મોત થયું હતું. જોકે અંતરિક્ષની સફર કરવી બેઝોસનું બાળપણનું સપનું રહ્યું છે. બેઝોસ પોતાના ભાઈ અને અન્ય સાથીઓ સાથે 20 જુલાઈએ અંતરિક્ષ માટે રવાના થશે. 20 જુલાઈ તે દિવસ છે જ્યારે અમેરિકાના અપોલો-11 મિશને ચંદ્ર પર પગ મૂક્યો હતો.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube