સૌથી હટકે લગ્નનો ક્રેઝ, મેલબર્નના કપલે 40,000 ફૂટ ઉંચાઈ પર લગ્ન કર્યા
પ્રેમ હંમેશા આંધળો હોય છે. અને તેમાં પ્રેમ કરનારા પણ પાગલ હોય છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયામાં સામે આવી છે. મેલબર્નમાં રહેતા એક પ્રેમી યુગલે વર્જિન ઓસ્ટ્રેલિયા ફ્લાઈટમાં 40,000 ફૂટની ઉંચાઈએ લગ્ન કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો.
મેલબર્ન: મેલબર્ન કપલ Elaine Tiong અને Luke Serdarએ સાબિત કર્યુ કે મન હોય તો માળવે જવાય. કેમ કે હાલ કોરોનાના કારણે ઓસ્ટ્રેલિયામાં પણ આકરા પ્રતિબંધો છે. જોકે આ કપલે નક્કી કર્યુ હતું કે તેમના લગ્ન યુનિક હોવા જોઈએ. ગયા વર્ષે તેમણે લગ્નનો વિચાર કર્યો હતો પરંતુ કોરોનાના કારણે તે શક્ય બની શક્યું ન હતું. પરંતુ આ વર્ષે તેમણે લગ્ન માટે વર્જિન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ બુક કરી અને સિડની જતાં 40,000 ફૂટની ઉંચાઈએ લગ્ન કર્યા.
[[{"fid":"311995","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"couplemariege"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"couplemariege"}},"link_text":false,"attributes":{"title":"couplemariege","class":"media-element file-default","data-delta":"1"}}]]
માત્ર 150 સંબંધીઓની વચ્ચે કર્યા લગ્ન:
Elaine Tiong અને Luke Serdarએ 150 સંબંધીઓની વચ્ચે લગ્ન કરવાની લીલી ઝંડી આપી. અને વર્જિન ઓસ્ટ્રેલિયાની VA481 ફ્લાઈટ જે મેલબર્નથી સિડની વચ્ચે ઉડાન ભરે છે. તેમાં 40,000 ફૂટની ઉંચાઈએ લગ્નના તાંતણે બંધાઈ ગયા અને એક યુનિક લગ્નની મિસાલ પૂરી પાડી.
કોરોનાના કારણે પ્લાન બદલાયો:
પહેલાં તેમનો આઈડિયા 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાનો હતો, પરંતુ ત્યારે વિક્ટોરિયા શહેરમાં 5 દિવસા લોકડાઉનના કારણે તેમણે લગ્ન પોસ્ટપૉન કરવા પડ્યા. જોકે કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે નવયુગલને ફ્લાઈટમાં કિસ કરવાની મંજૂરી નહોતી મળી. ફ્લાઈટમાં તેમણે માસ્ક લગાવીને જ રાખ્યો હતો. સિડની પહોંચ્યા બાદ તેમણે માસ્ક ઉતાર્યો અને ફોટોશૂટ કરાવ્યું. હાલ તો આ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. અને Elaine Tiong અને Luke Serdarએ ઓસ્ટ્રેલિયામાં એક યૂનિક લગ્નનો કન્સેપ્ટ ઉભો કરી દીધો છે.