નવી દિલ્હી: 1 લાખથી વધુ રશિયન સૈનિકો ભારે હથિયારો સાથે યુક્રેનની સરહદો પર તૈનાત છે. બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. આવી સ્થિતિમાં યુક્રેનના એક મંત્રીએ દાવો કર્યો છે કે જો રશિયા હુમલો કરશે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે. આ સિવાય અમેરિકી ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી છે કે રશિયા જાન્યુઆરીમાં યુક્રેન પર હુમલો કરી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનની સરહદ પર તૈનાત છે લાખો રશિયન સૈનિકો
યુક્રેનની સરહદ પર સૈનિકોની તૈનાતી અંગે રશિયાનું કહેવું છે કે તે પોતાના દેશના કોઈપણ ભાગમાં સૈનિકો તૈનાત કરવા માટે સ્વતંત્ર છે અને દુનિયાના કોઈપણ દેશને તેનાથી કોઈ સમસ્યા ન હોવી જોઈએ. સ્કાય ન્યૂઝ સાથે વાત કરતા, યુક્રેનના ભૂતપૂર્વ સૈનિક મંત્રાલયના મંત્રી યુલિયા લાપુતિનાએ કહ્યું કે જો રશિયા હુમલો કરે છે તો તેમનો દેશ પોતાનો બચાવ કરવા તૈયાર છે. કીવમાં પોતાની ઓફિસમાં એક ઈન્ટરવ્યું દરમિયાન તેમણે કહ્યું કે જો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૈન્ય કાર્યવાહીનો આદેશ આપે છે તો બંને દેશોએ પરિણામ ભોગવવા પડશે.

Viral Photo: પોતાની જાતને સમજો છો સ્માર્ટ? શોધી બતાવો ત્રાસી લાઈન, મગજ ચકરાવે ચઢી જશે


'ત્રીજા વિશ્વ યુદ્ધ માટે તૈયાર રહેવું જોઇએ'
મંત્રીએ કહ્યું કે જો રશિયા હુમલો કરે છે તો આપણે બાલ્કન દેશોનું પણ ધ્યાન રાખવું જોઈએ. તેણે કહ્યું કે સર્બિયામાં રશિયનો શું કરી રહ્યા છે. તેઓ બાલ્કનમાં પરિસ્થિતિને ભડકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બીજું વિશ્વ યુદ્ધ પણ આ જ રીતે શરૂ થયું હતું, એટલા માટે આપણે ત્રીજા વિશ્વ યુદ્ધ માટે પણ તૈયાર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે, બાલ્કન દક્ષિણપૂર્વ યુરોપનો એક વિસ્તાર છે, જેમાં સ્લોવેનિયા, ક્રોએશિયા, બોસ્નિયા, હર્ઝેગોવિના, સર્બિયા, મોન્ટેનેગ્રો, અલ્બેનિયા, મેસેડોનિયા, ગ્રીસ, બલ્ગેરિયા અને રોમાનિયા જેવા દેશોનો સમાવેશ થાય છે.


'યુક્રેન જવાબી કાર્યવાહી માટે સંપૂર્ણ રીતે તૈયાર'
રિપોર્ટો દ્રારા ખબર પડે છે કે ઓછામાં ઓછા 90000 રશિયન સૈનિકો, ભારે તોપખાના અને ટેન્કો સાથે, યુક્રેનિયન સરહદની નજીક તૈનાત છે. મિરરના રિપોર્ટ અનુસાર, આગામી વર્ષની શરૂઆતમાં આ સંખ્યા વધીને 175,000 થઈ શકે છે. એવામાં યુક્રેનના રક્ષામંત્રીએ દાવો કર્યો હતો કે તેમનો દેશ પરિસ્થિતિને બગાડવા માટે કોઈ કાર્યવાહી કરશે નહીં. તેમણે ચેતવણી આપી હતી કે જો રશિયાએ હુમલો કર્યો તો યુક્રેન જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

WhatsApp પર આવી રહ્યું છે ધાંસૂ ફીચર! Group Admins ને મળશે આ Superpower


શું છે રશિયા-યુક્રેન વિવાદ?
અત્રે ઉલ્લેખનીય છે કે 1991માં સોવિયેત સંઘના વિઘટન પછી યુક્રેનને આઝાદી મળી હતી. યુક્રેન યુરોપનો બીજો સૌથી મોટો દેશ છે. આ દેશમાં ફળદ્રુપ મેદાનો છે અને ઘણા મોટા ઉદ્યોગો છે. યુક્રેનની પોલેન્ડ સાથે સારી મિત્રતા છે. દેશના અનેક ક્ષેત્રોમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ છે. જો કે, યુક્રેનમાં રશિયન ભાષા બોલનાર લઘુમતીઓની સંખ્યા પણ સારી એવી છે અને આ લોકો વિકસિત પૂર્વીય પ્રદેશમાં વધુ હાજર છે.

Video: દુલ્હને પોતાના લગ્નમાં કર્યો અશ્લીલ ડાન્સ, જોઇને સંબંધીઓના ઉડી ગયા હોશ!


2014માં રશિયા તરફ ઝુકાવ રાખનાર યુક્રેનના રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચ વિરુદ્ધ યુક્રેનની સરકારમાં બળવો થયો હતો. રશિયાએ આ તકનો લાભ ઉઠાવીને યુક્રેનમાં હાજર ક્રિમિયા પ્રાયદ્રીપ પર કબજો જમાવી લીધો અને અહીં હાજર વિદ્રોહી જૂથોએ પૂર્વી યુક્રેનના ભાગો પર કબજો જમાવી લીધો. યુક્રેનમાં હિલચાલને કારણે રાષ્ટ્રપતિ વિક્ટરને તેમનું પદ છોડવું પડ્યું હતું, પરંતુ ત્યાં સુધીમાં રશિયાએ ક્રિમિયાને પોતાની સાથે વિલય કરી દીધું હતું. આ ઘટના બાદથી યુક્રેન પશ્ચિમ યુરોપ સાથે તેના સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ રશિયા સતત તેની વિરુદ્ધ રહ્યું છે. એટલા માટે જ યુક્રેન રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચેની ખેંચતાણમાં ફસાયેલું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube