આપણો પાડોશી દેશ પાકિસ્તાન કંગાળની પરિસ્થિતીમાં આવી ગયો છે. પાકિસ્તાનમાં તો અનાજ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. અન્ય દેશોની પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે એક સમૃદ્ધ દેશની પણ વિચિત્ર તસવીર સામે આવી છે. અહીં શાકભાજી કિલોના ભાવે નહીં પરંતુ નંગ પર મળે છે.. ત્યારે ત્યાંની સ્થાનિક જનતા હેરાન પરેશાન થઈ ગઈ છે... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂકેના સુપરમાર્કેટમાં લિમિટ નક્કી કરવામાં આવી છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટનના સૌથી મોટા સુપરમાર્કેટ એલ્ડી, મોરીસન, અસદા અને ટેસ્કોએ શાકભાજીની ખરીદી પર મર્યાદા નક્કી કરી છે. જો કોઈ વ્યક્તિએ આ બજારોમાં જઈને શાકભાજી ખરીદવી હોય તો તેને નિયત મર્યાદામાં શાકભાજી ખરીદવી પડશે. જો કોઈ વ્યક્તિ નિયત મર્યાદાની બહાર શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરે તો તેને સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે... 


2 ટામેટા અને 3 બટાટા જ લેવા
લોકો સુપરમાર્કેટમાં બટાકા, ટામેટાં કાકડી, ડુંગળી અને શિમલા મિર્ચ જેવી શાકભાજી ખરીદવા પહોંચી રહ્યા છે... પરંતુ મીડિયા રિપોર્ટસના અનુસાર સુપરમાર્કેટે વિચિત્ર ગાઈડલાઈન નક્કી કરી છે. જેમ કે એક વ્યક્તિ 2થી 3 ટામેટાં ખરીદી શકે છે... અને જો બટાકા લેવા હોય તો તે માત્ર 3થી 4 જ ખરીદી શકે છે. જો કોઈ વ્યક્તિ એક, બે કિલો બટાકા, ટામેટાં કે અન્ય શાકભાજીની માંગણી કરે તો તેને સ્પષ્ટ ના પાડી દેવામાં આવે છે.


OMG: લાફા ખાઈને મહિલાઓ વધારે છે પોતાનું સૌંદર્ય, 50 લાફા ખાવાથી વધે છે ગજબની સુંદરતા


અત્યંત ચિંતાજનક! માણસોને ઝોમ્બી જેવા બનાવી દે છે આ ડ્રગ, ચામડી સાવ સડી જાય છે


દુનિયામાં માત્ર 43 લોકોના શરીરમાં છે 'ગોલ્ડન બ્લડ', જાણો શું છે આ લોહીની ખાસિયત


શા માટે આવી સ્થિતિ બની છે?
બ્રિટનમાં આર્થિક મંદીના કારણે આ સ્થિતિ બની છે. દરેક વ્યક્તિને શાકભાજીની ઉપલબ્ધતા હોવી જોઈએ. જેના કારણે સમગ્ર બ્રિટનમાં સુપર માર્કેટ તરફ ખાવા-પીવાની વસ્તુઓની અછત સર્જાઈ છે. લોકો વધુ શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી જ બજારમાં શાકભાજી ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ કારણોસર શાકભાજીના ભાવમાં ખૂબ જ ઝડપથી વધારો થયો છે. એવું કહેવામાં આવ્યું છે કે બ્રિટન દેશમાં શાકભાજીના વપરાશને પહોંચી વળવા માટે 90 ટકા લીલા શાકભાજી અન્ય દેશોમાંથી આયાત કરે છે. અહીં શિયાળામાં લીલા શાકભાજીનું ઉત્પાદન પણ ઘણું ઓછું થાય છે. ત્યારે દેશમાં શાકભાજીની અછત ન થાય. એટલા માટે સ્ટોક રાખવો જરૂરી છે. શાકભાજીની ખરીદીની મર્યાદા નક્કી કરવાનું આ પણ એક મોટું કારણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube