લાસ વેગાસ: સુંદરતા, ખૂબસૂરતી અને બીજાથી સારા દેખાવાની ઈચ્છા હવે ઓપરેશન દ્વારા લંબાઈ સુધી પહોંચી ગઈ છે. ગૂગલ, એમેઝોન, મેટા જેવી કંપનીઓના એન્જિનિયર ઓપરેશન કરાવીને લંબાઈ વધારી રહ્યા છે.  આ ઓપરેશનથી પગની લંબાઈ 3થી 6 ઈંચ સુધી વધારી શકાય છે. લંબાઈ વધારવાનું ઓપરેશન કરનારા ઈન્સ્ટીટ્યૂટ લિંબપ્લાસ્ટની સ્થાપના કરનારા કેવિન દેબીપાર્સડ કહે છે કે મારી પાસે એટલા ટેક દર્દી આવે છે કે હું ટેક કંપની ખોલી શકુ છું.આ સમયે ઓપરેશન માટે 20 દર્દી લાઈનમાં છે. મારી પાસે માઈક્રોસોફ્ટના સૌથી વધારે કર્મચારી ઓપરેશન માટે આવે છે. ગૂગલ, એમેઝોન અને ફેસબુકના અનેક સોફ્ટવેર એન્જિનિયર્સે આ ઓપરેશન કરાવ્યું છે. કોરોનાકાળમાં સૌથી વધારે ઓપરેશન કરવામાં આવ્યા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય લોકોની માફક ગર્ભવતી મહિલાઓ નથી કરી શકતી લીચીનું સેવન, જાણો કેમ?


આવી છે ઓપરેશનની સંપૂર્ણ પ્રક્રિયા:
- સૌથી પહેલાં ડોક્ટર દર્દીના જાંઘના હાડકાને તોડે છે.
- ત્યારબાદ તેમાં મેટલ નેલ નાંખે છે.
- તેને એડજસ્ટ કરી શકાય છે
- ઓપરેશનના ત્રણ મહિના સુધી મેટલ નેલ મેગ્નેટિક રિમોટ કંટ્રોલથી ધીમે-ધીમે લાંબા કરી શકાય છે.
- તેના પછી હાડકાઓને મજબૂત થવામાં મહિનાઓ લાગે છે.
- ઓપરેશન કરાવનાારા એક સોફ્ટવેર એન્જિનિયરે જણાવ્યું કે ઓપરેશન પછી તે 3 મહિના ઘરે રહ્યો હતો.


ઓપરેશનથી હાડકા નબળા બની જાય છે:
ડોક્ટર જણાવે છે કે તે કોઈ ખેલાડીને લંબાઈ વધારવા માટે આ ઓપરેશન કરાવવાની સલાહ નહીં આપે. તેનાથી લંબાઈ તો વધે છે પરંતુ હાડકા નબળા બની જાય છે. આગળ પણ ચાલવા-ફરવામાં મુશ્કેલી ઉભી થાય છે. ત્યાં સુધી કે ઓપરેશન કરાવનારા લોકો પણ કોઈને તેમ કરવા માટે સલાહ આપતા નથી.


3થી 6 ઈંચ સુધી લંબાઈ વધી જાય છે:
લંબાઈ વધારવાના આ ઓપરેશનમાં લગભગ 60 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. ડોક્ટર જણાવે છે કે  આ ઓપરેશનથી તમારી ઉંચાઈ 3થી 6 ઈંચ વધી જાય છે. લાસ વેગાસમાં રહેનારા અને કામ કરનારા મોટી ટેક કંપનીઓના કર્મચારીઓ માટે આટલા પૈસાનો ખર્ચ કરવો મુશ્કેલ નથી. આથી સૌથી વધારે ટેક કર્મચારી આ ઓપરેશન કરાવે છે.


મહિલાઓથી વધારે પુરુષોમાં ક્રેઝ:
કેવિન જણાવે છેકે મોટાભાગે પુરુષ જ આ ઓપરેશન કરાવે છે. મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે. ઓપરેશન મોંઘું છે. આથી માત્ર પૈસાદાર લોકો જ આ ઓપરેશન કરાવી શકે છે. પરંતુ તે અલગ-અલગ પ્રોફેશનથી છે. સોફ્ટવેર એન્જિનિયર્સ ઉપરાંત કેટલીક કંપનીઓના સીઈઓ, ફિલ્મના એક્ટર્સ અને ફાઈનાન્સ પ્રોફેશનલ્સ પણ આ ઓપરેશન કરાવે છે અને પોતાની લંબાઈ વધારે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube