ઇસ્લામાબાદઃ ભારતમાં રહેલા 92 વર્ષીય રીના છિબ્બર 75 વર્ષ બાદ પાકિસ્તાનમાં પોતાના પૈતૃક ઘર પહોંચ્યા. પાકિસ્તાન એમ્બેસીએ રીના છિબ્બરને ત્રણ મહિનાના વીઝા આપ્યા, ત્યારબાદ તેઓ શનિવારે પાકિસ્તાન પહોંચ્યા હતા. 75 વર્ષ પહેલા વિભાજનના સમયે રીના અને તેમનો પરિવાર બધુ છોડી એક નવી જિંદગીની શરૂઆત કરવા માટે ભારત આવ્યો હતો. 75 વર્ષ બાદ રીના છિબ્બર જ્યારે પોતાના પૈતૃક ઘર 'પ્રેમ નિવાસ'માં પહોંચ્યા તો ઢોલ વગાડી અને ફૂલોનો વરસાદ કરી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમના સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના લોકોએ મોટા સન્માન સાથે તેમનું સ્વાગત કર્યું. 15 જુલાઈએ રીનાએ અટારી-વાઘા બોર્ડર પાર કરી હતી. તેમણે બંને સરકારને આગ્રહ કર્યો છે કે વીઝા સાથે જોડાયેલા નિયમ સરળ બનાવવામાં આવે, જેથી તેમના જેવા લોકો જઈ શકે. રીના તે સમયે 15 વર્ષની હતી, જ્યારે તેણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. માર્ચ 1847માં તેમના માતા-પિતાએ તેને સોલનમાં મોકલી દીધી હતી. વિભાજન બાદ તેના માતા-પિતા ભારત આવી ગયા હતા. 


ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાને મળ્યા નવા રાષ્ટ્રપતિ


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube