ઝી બ્યૂરો, અમદાવાદઃ એ વાત ખુબ જ સાચી છે કે કોઈનો પણ સમય કોઈ પણ સમયે બદલાઈ શકે છે. રાજા ગમે ત્યારે રંક બની શકે છે અને રંક ગમે ત્યારે રાજા બની શકે છે. આજ સુધી તમે ફિલ્મોમાં રાજાઓનો વિનાશ જોયો હશે. પરંતુ તાજેતરમાં જર્મનીમાં એક એવી ઘટના સામે આવી છે,જેનાથી બધાને આશ્ચર્ય થયું છે. જર્મનીમાં હનોવર શહેરના રાજા અર્નસ્ટ ઓગસ્ટનું જીવન સંપૂર્ણ પણે બદલાઈ ગયું છે. 


GANGUBAI KATHIYAWADI: 'કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં' જાણો Real Life 'ગંગુબાઈ કાઠિયાવાડી' ની અસલી કહાની


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જર્મનીના રાજાનું જીવન નાશ પામ્યું 
રોટી, કપડા અને મકાનની જરૂરિયાતો પછી માણસ જીવનના અન્ય ખર્ચાઓ પર ફોકસ કરે છે. દરેક જણ પોતાનું ઘર રાખવા માગે છે, જ્યાં તેઓ શાંતિથી જીવી શકે. જર્મનીના કિંગ અર્નસ્ટ ઓગસ્ટ તેમના મહેલમાં વૈભવી જીવન જીવી રહ્યાં હતા. પછી વર્ષ 2000માં, તેમણે તેમના પૂર્વજોનો મહેલ મેરીનબર્ગ કેસલને તેમના પુત્ર અર્નસ્ટ ઓગસ્ટ જુનિયરને સોંપ્યો. તમારી જાણકારી માટે, અર્નસ્ટ ઓગસ્ટ બ્રિટિશ ક્વીન એલિઝાબેથના દૂરના સંબંધી ભાઈ છે. 


Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ


દીકરાની ધૂનથી થયા મજબૂર 
અર્નસ્ટ ઓગસ્ટના પુત્રએ ત્યાંની સરકારને 135 રૂમનો અને  અરબોનો મહેલ ફક્ત 1 યુરોમાં વેચી દિધો. પુત્રના આ ગાંડપણના કારણે પિતા બીજા દેશના એક લોજમાં ભાડા પર રહેવા મજબૂર થયા છે. અર્નસ્ટ ઓગસ્ટે વિચાર્યુ હતું કે તેના પછી તેનો પુત્ર આ મહેલની દેખરેખ રાખશે. પરંતુ તેવું થયું નહીં. આ સમાચારથી અર્નસ્ટ ઓગસ્ટ ગભરાઈ ગયો અને હવે તેના પુત્ર સામે કેસ કર્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube