World's Most Expensive Schools : શાળાઓમાં એડમિશન લેવું સરળ હોતું નથી. નાની સ્કૂલની ફી પણ ખૂબ વધારે હોય છે. જો આપણે વાત કરીએ દુનિયાની સૌથી મોંઘી સ્કૂલની તો તમે જાણીને હેરાન રહી જશો કે ટોપ-2 સ્કૂલ સ્વિત્ઝર્લેન્ડમાં જ છે. જ્યાં એક વર્ષની ફી 1 કરોડ રૂપિયાની આસપાસ છે. તમારું બાળક ત્યાં ભણીને શું-શું શીખીને નીકળશે, તેનો અંદાજો તમે લગાવી શકતા નથી. તો આવો જાણીએ દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. College Alpin Beau Soleil, Switzerland:
સ્વિત્ઝર્લેન્ડની કોલેજ આલ્પીન બ્યૂ સોલેલ દુનિયાની સૌથી મોંઘી સ્કૂલ છે. આ એક બોર્ડિંગ સ્કૂલ છે. જેની સ્થાપના 1910માં થઈ હતી. આ સ્કૂલમાં 11થી 18 વર્ષની ઉમરના વિદ્યાર્થી જ ભણે છે. દાવો છેકે અહીંયા 50થી વધારે દેશના બાળકો ભણે છે. આ સ્કૂલમાં માત્ર 280 વિદ્યાર્થીઓ છે.સ્કૂલમાં બધા બાળકોને સારું શિક્ષણ મળી શકે. આથી અહીંયા શિક્ષકો પણ વધારે છે.અહીંયા 4 બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે. આ સ્કૂલની ફી 1.60 લાખ ડોલર એટલે કે 1.30 કરોડ રૂપિયાથી વધારે છે. એટલું જ નહીં સ્કૂલ યુનિફોર્મની કિંમત 5 લાખ રૂપિયાથી વધારે છે.


2. Institute Le Rosey, Rolle, Switzerland :
સ્વિત્ઝર્લેન્ડના રોલે શહેરમાં ઈન્સ્ટીટ્યૂટ લી રોઝી સ્કૂલ છે. આ એક બોર્ડિંગ સ્કૂલ છે. આ દુનિયાની બીજી સૌથી મોંઘી સ્કૂલ છે. તેની સ્થાપના 1880માં થઈ હતી. આ સ્કૂલને રાજાઓની સ્કૂલ પણ કહેવામાં આવે છે. આ સ્કૂલમાં બેલ્જિયમ, સ્પેન, ઈજિપ્ત, ઈરાન જેવા દેશના રાજાઓએ અભ્યાસ કર્યો છે. આ સ્કૂલ 28 હેક્ટરમાં બનેલું છે. તેમાં એક 38 ફૂટની યોટ પણ છે. તેમાં 53 ક્લાસરૂમ અને 8 લેબ છે. 82 ફૂટનો સ્વિમિંગ પુલ છે. 30 અશ્વ છે. આ સ્કૂલની વાર્ષિક ફી 1.32 લાખ ડોલર એટલે 1.07 કરોડ રૂપિયાથી પણ વધારે છે. સ્કૂલમાં 7થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું એડમિશન થાય છે. અહીંયા લગભગ 400 વિદ્યાર્થી અને 150 શિક્ષક છે. એક ક્લાસરૂમમાં 20 વિદ્યાર્થીઓ હોય છે.


આ પણ વાંચો : હવે તમારી PAN Card નહિ હોય તો ભરાઈ જશો, બહુ જ જરૂરી ડોક્યુમેન્ટ્સ બની જશે


3. Aiglon College, Villars-sur-ollon, Switzerland:
આ સ્કૂલને 1949માં બ્રિટિશ આર્કિટેક્ટ જોન સી કોર્લેટ સ્થાપિત કરી હતી. કોર્લેટ શિક્ષક પણ રહી ચૂક્યા હતા. આ સ્કૂલમાં 65થી વધારે વિદ્યાર્થી અભ્યાસ કરે છે. સ્કૂલમાં 85 ટકા વિદ્યાર્થી બોર્ડિંગમાં જ રહે છે. સ્કૂલમાં 422 વિદ્યાર્થી અને 131 શિક્ષક છે. એટલે દર 3 વિદ્યાર્થીએ એક શિક્ષક. દરેક વિકેન્ડ પર વિદ્યાર્થીઓને આઉટડોર એક્ટિવિટી માટે લઈ જવામાં આવે છે. અહીયા ભણનારા દરેક વિદ્યાર્થીને આઉટડોર એડવેન્ચર ઈવેન્ટમાં ભાગ લેવો જરૂરી છે. જેમાં હાઈકિંગ, કેમ્પિંગ, માઉન્ટેઈન બાઈકિંગ, રોક ક્લાઈમ્બિંગનો સમાવેશ થાય છે. આ સ્કૂલની એક વર્ષની ફી 1.20 લાખ ડોલર એટલે કે 98 લાખ રૂપિયા છે.સ્કૂલનું કેમ્પસ 60 હજાર સ્ક્વેર ફૂટમાં પથરાયેલું છે. અને તેમાં 40થી વધારે બિલ્ડિંગ છે.


આ પણ વાંચો : અંજલિ હત્યા કેસમાં 11 પોલીસકર્મી સસ્પેન્ડ : ફરજ પર બેદરકારીનો છે આરોપ


4. St.George's International School, Switzerland:
સ્વિત્ઝર્લેન્ડના મોંટ્રેક્સ શહેરમાં 1927માં સેન્ટ જ્યોર્જ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્કૂલમાં 18 મહિનાથી લઈને 18  વર્ષ સુધીના વિદ્યાર્થીનું એડમિશન થાય છે. જોકે 11 વર્ષનીઉંમર પછી બોર્ડિંગમાં રાખવામાં આવે છે. સ્કૂલનું કેમ્પસ 45 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું છે. સ્કૂલમાં 60થી વધારે દેશના લગભગ 400 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. બોર્ડિંગમાં જ લગભગ 100 વિદ્યાર્થી રહે છે. સ્કૂલમાં હોલ, થિયેટર, મ્યુઝિક અને ડાન્સ સ્ટુડિયો જેવી સુવિધાઓ પણ છે. આ સ્કૂલની ફી 1.18 લાખ ડોલર એટલે કે 96 લાખ રૂપિયા છે. તેમાં એડમિશન ફી અને સિક્યોરિટી ડિપોઝીટની રકમ સામેલ નથી.


5. Leysin American School, Switzerland:
લેસિન અમેરિકન સ્કૂલ સ્વિત્ઝર્લેન્ડના લેસિનમાં આવેલ છે. તેની સ્થાપના 1961માં થઈ હતી. આ પહાડી વિસ્તાર છે. આ સ્કૂલમાં ડિપ્લોમા કોર્સીસ પણ કરાવવામાં આવે છે. આ સ્કૂલની વાર્ષિક ફી 1.16 લાખ એટલે કે 95 લાખ રૂપિયા છે. તે સિવાય 8 લાખ રૂપિયાથી વધારે બાળકોના પર્સનલ એકાઉન્ટમાં જમા કરાવવા પડે છે. સ્કૂલ તરફથી દર વર્ષે વિદ્યાર્થીઓને અનેક વખત એજ્યુકેશન ટ્રિપ પર લઈ જાય છે. તે સિવાય વીકેન્ડ પર પણ યૂરોપીય દેશ કે બીજા દેશોમાં ફરવા માટે લઈ જવામાં આવે છે. સ્કૂલમાં ક્લાસ અને જેન્ડરના હિસાબથી અલગ-અલગ 8 હોસ્ટેલ છે. એટલે એક જ ક્લાસના બધા વિદ્યાર્થી એક જ હોસ્ટેલમાં રહે છે.


આ પણ વાંચો : POK ના લોકો ભારત સાથે ભળવા માટે આતુર!, રસ્તાઓ પર ઉતરી કરી રહ્યા છે પ્રદર્શન