અમેરિકામાં કોરોનાથી મૃત્યુનો આંકડો એક લાખની નજીક, ન્યૂયોર્ક ટાઈમ્સે અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ
કોરોના વાયરસે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. તેમાં પણ અમેરિકામાં તો તાંડવ મચ્યું છે. અહીં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓનો આંકડો એક લાખની નજીક પહોંચી ગયો છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે મહામારીથી જીવ ગુમાવનારા લોકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. રવિવારે અખબારના ફ્રન્ટ પેજ પર COVID-19 થી મૃત્યુ પામનારા લોકોના નામ છાપવામાં આવ્યાં.
નવી દિલ્હી: કોરોના વાયરસે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. તેમાં પણ અમેરિકામાં તો તાંડવ મચ્યું છે. અહીં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓનો આંકડો એક લાખની નજીક પહોંચી ગયો છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે મહામારીથી જીવ ગુમાવનારા લોકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. રવિવારે અખબારના ફ્રન્ટ પેજ પર COVID-19 થી મૃત્યુ પામનારા લોકોના નામ છાપવામાં આવ્યાં.
ન્યૂયોર્ક ટાઈમ્સે એક હેડિંગ આપ્યું- 'U.S. DEATHS NEAR 100,000, AN INCALCULABLE LOSS.' (અમેરિકામાં લગભગ એક લાખ મૃત્યુ, અગણિત ક્ષતિ). ત્યારબાદ નીચે લખવામાં આવ્યું કે 'They were not simply names in a list, they were us' (સૂચિમાં તેઓ ફક્ત નામ નહતાં, તે આપણે હતાં.)
અખબારમાં પ્રકાશિત 1000 મૃતકોના નામ અમેરિકામાં માર્યા ગયેલા કુલ લોકોના એક ટકા છે. ખાસ વાત એ છે કે ફ્રન્ટ પેજ પર કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં, ગ્રાફિક્સ કે ખબર પ્રકાશિત કરાઈ નથી. શ્રદ્ધાંજલિ આપવા માટે આ 1000 મૃતકોના નામ અને તેમના વિશે જાણકારી શોક સંદેશ તરીકે આપવામાં આવી.
ન્યૂયોર્ક ટાઈમ્સના ગ્રાફિક્સ ડેસ્કના સહાયક સંપાદક સિમોન લેન્ડન એવું દર્શાવવા માંગતા હતાં કે કેટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે અને મૃતકો કોણ હતાં. તેમણે કહ્યું કે 'અમને ખબર હતી કે અમે એક લાખની નજીક પહોંચી રહ્યા છીએ. અમે જાણતા હતાં કે તે સંખ્યાઓની ગણતરી કરવા માટે કોઈ રીત હોવી જોઈએ.'
જુઓ LIVE TV
તેમણે કહ્યું કે 1 લાખ ડોટ્સ લગાવવાની જગ્યાએ લોકોના નામની પસંદગી કરી કારણ કે ડોટથી કોઈને એ જાણવા ન મળત કે આ લોકો હતાં અને દેશ માટે તેઓ કેટલા મૂલ્યવાન હતાં. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ અમેરિકામાં શનિવારે Covid-19થી છેલ્લા 24 કલાકમાં 1127 મૃત્યુ નોંધાયા. જેના કારણે કુલ મૃત્યુઆંક 67,048 પર પહોંચ્યો. દેશમાં કોરોનાથી કુલ 16,21,658 લોકો સંક્રમિત છે.