નવી દિલ્હીઃ યુકેમાં ખુલ્લી જિંદગી જીવવા ટેવાયેલી છોકરીઓ નાની ઉંમરમાં જ પોતાનું વર્જિનિટી ગુમાવે છે. આવી સ્થિતિમાં, જ્યારે લગ્ન હોય છે, ત્યારે તે ફરીથી 'વર્જિનિટી સર્જરી'નો આશરો લઈને પોતાને વર્જિન હોવાનું સાબિત કરે છે. હવે તેના પર પ્રતિબંધ લગાવવા માટે સરકારે સંસદમાં કાયદો રજૂ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


"વર્જિનિટી રિપેર" સર્જરી પર પ્રતિબંધ


 અમારી પાર્ટનર વેબસાઈટ WION ના અહેવાલ મુજબ, બ્રિટિશ સરકાર દ્વારા "કૌમાર્ય સમારકામ" સર્જરીને ગુનાહિત કરવા માટે એક કાયદો રજૂ કરવામાં આવ્યો છે, જેને હાઈમેનોપ્લાસ્ટી તરીકે ઓળખવામાં આવે છે.


 


હાઇમેન મેમ્બ્રેનને ફરીથી બનાવવાનો પ્રયાસ ગણાશે ગુનો


સોમવારે ઉમેરવામાં આવેલા આરોગ્ય સંભાળ બિલમાં સુધારા હેઠળ કોઈપણ પ્રક્રિયા કે જે હાઈમેનને ફરીથી બનાવવાનો પ્રયાસ કરે છે તે ગેરકાયદેસર ગણાશે. ભલે તે સર્જરી કરાવનાર વ્યક્તિની સંમતિ હોય કે નહીં.


 


વર્જિનિટી પુનઃસ્થાપિત કરવાનું વચન આપી રહ્યા હતા ક્લિનિક્સ


ખરેખર, યુકેમાં ક્લિનિક્સ, ખાનગી હોસ્પિટલો અને ફાર્મસીઓની વધતી જતી સંખ્યા વિવાદાસ્પદ સર્જરીઓ ઓફર કરે છે જે વર્જિનિટી પુનઃસ્થાપિત કરવાનું વચન આપે છે. અહીં મોટી સંખ્યામાં યુવતીઓ આ સર્જરી કરાવી રહી છે.


 


આ રીતે થાય છે સર્જરી


આ સર્જરીનો હેતુ એ છે કે જ્યારે કોઈ છોકરી કે મહિલા તેના પાર્ટનર સાથે સંબંધ બાંધે છે, ત્યારે તેમાં લોહી વહે છે, પછી ભલે અગાઉ તેણે કોઈની સાથે સંબંધ બનાવ્યો હોય. આમાં, ટિશ્યુનો ઉપયોગ કરીને નકલી હાઇમેન મેમ્બ્રેન બનાવવામાં આવે છે, જેમાંથી સંબંધ બનાવતી વખતે લોહી નીકળવાનું શરૂ થાય છે.


 


આ કારણે લાગી રહ્યો છે પ્રતિબંધન


ગત જુલાઈમાં સરકારે વર્જિનિટી ટેસ્ટિંગને ગેરકાયદેસર ઠેરવ્યું ત્યારથી, ડૉક્ટર્સ અને નર્સોએ "વર્જિનિટ રિપેર" સર્જરીને ગેરકાયદેસર જાહેર કરવાની હાકલ કરી છે. આમાંની કોઈપણ પ્રથામાં સામેલ થવું એ મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાનું એક સ્વરૂપ માનવામાં આવે છે.


 


ડોક્ટરોના જણાવ્યા અનુસાર, છોકરીઓ પણ આ સર્જરી કરાવે છે જેથી તેમના પતિને ખબર ન પડે કે તેમણે લગ્ન પહેલા સેક્સ કર્યું છે. ખાનગી હોસ્પિટલમાં આ સર્જરી કરાવવા માટે 50 થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આ સર્જરીમાં અડધો કલાક લાગે છે.