બ્રિટનઃ રાજકુમાર હૈરી અને તેમની પત્ની મેગને શાહી પરિવારની પદવી છોડવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ તે બંન્ને શાહી ઉપાધિ અને જાહેર કોષનો પણ ઉપયોગ કરશે નહીં. શનિવારે બ્રિટનના બકિંઘમ પેલેસે આ વિશે જાણકારી આપી છે. પ્રિન્સ હૈરીએ આર્થિક આત્મનિર્ભરતા માટે શાહી પરિવારની પદવી છોડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેના પર બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયએ સમર્થન પણ આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકુમાર હૈરી અને તેમની પત્ની મેગને 8 જાન્યુઆરીએ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, શાહી પરિવારના 'વરિષ્ઠ' સભ્યના પદથી અલગ થઈ રહ્યાં છે અને આર્થિક રૂપથી આત્મનિર્ભર બનવા માટે યોજના બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, 'અમે અમારો સમય યૂનાઇટેડ કિંગડમ અને ઉત્તર અમેરિકા વચ્ચે પસાર કરવાની યોજના બનાવી રહ્યાં છીએ.'


પાકિસ્તાનના સિંધમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, જબરદસ્તીથી બનાવી મુસલમાન


તમને જણાવી દઈએ કે પ્રિન્સ હૈરીએ મે 2018માં અભિનેત્રી મેગન મર્કલ સાથે લગ્ન કર્યાં હતા. વર્ષ 2019માં તેમને ત્યાં એક પુત્રનો પણ જન્મ થયો હતો. મેગન પોતાના બાળકની સાથે કેનેડામાં છે અને ત્યાં સમય પસાર કરી રહી છે. તેના પ્રમાણે તે એક ચેરિટેબલ ટ્રસ્ટ ખોલશે. પરંતુ માત્ર આર્થિક રીતે સ્વતંત્ર થવું જ રાજ પરિવાર છોડવાનું કારણ ન હોઈ શકે. ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે પ્રિન્સ હૈરીની પોતાના મોટા ભાઈ અને સિંહાસનના બીજા નંબરના દાવેદાર સાથે અણબનાવ થઈ ગયો હતો. બ્રિટનના કેટલાક અખબારોથી પણ હૈરી અને મેગન નારાજ હતા. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો ભારતના અન્ય સમાચાર