History interesting facts: વર્ષ 1920ની વાત છે. મહારાજા જય સિંહ પ્રભાકર લંડન ગયા હતા. એક દિવસ તેઓ સામાન્ય કપડામાં અને કોઈ સિક્યોરિટી વગર રસ્તા પર ફરી રહ્યા હતા. અચાનક તેમણે રોલ્સ રોયસના શોરૂમની અંદર અમુક ખૂબસુરત કારો જોઈ. તેઓ રોકાયા અને તે શોરૂમમાં ગયા. મહારાજાને નવી કારોનો ઘણો શોખ હતો. તેઓ એક કારની પાસે ગયા અને સેલ્સમેનની તેની કિંમત પુછી. જોકે, તેમનો પોશાક સામાન્ય હતો, એટલા માટે સેલ્સમેને તેમણે એક સામાન્ય ભારતીય સમજીને બહારનો રસ્તો દેખાડ્યો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરૂચમાં 1400 જેટલી મિલકત પર વક્ફ બોર્ડે ઠોક્યો દાવો, સાંસદ પણ આકરા પાણીએ


સેલ્સમેન થોડો તેવરમાં પણ હતો અને મહારાજાના સામાન્ય વેશભૂષા જોઈને તેણે અંદાજો લગાવ્યો કે આ માણસ આટલી મોંઘી કાર ખરીદી જ ના શકે. મહારાજાએ ફરી પુછ્યું, સેલ્સમેન હવે ગુસ્સે થઈ ગયો અને ગાર્ડને બોલાવી રાજાને બહાર કાઢવા કહ્યું. મહારાજા તેમ છતાં શાંત રહ્યા અને ત્યાંથી ચૂપચાપ હોટલ પાછા ફર્યા. હોટલ પહોંચ્યા પછી તેમણે હોટલના માલિકથી રોલ્સ રોયસને સંદેશ મોકલવા કહ્યું કે ભારતથી મહારાજા કાર ખરીદવા આવી રહ્યા છે.


ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...


સંદેશ મળ્યા બાદ રોલ્સ રોયસના માલિકે મહારાજાના સ્વાગત માટે લાલ જાજમ પાથળી અને તેમના સ્વાગત માટે ઘણી વ્યવસ્થા કરી. મહારાજા શો-રૂમ પહોંચ્યા અને ત્યાં હાજર તમામ 7 કારો બુક કરી લીધી. તેમણે માલિકને કહ્યું કે તમામ કાર એ જ સેલ્સમેન મારફતે તેમના મહેલમાં મોકલવામાં આવે, જેમની સાથે પહેલા વાત થઈ હતી અને તેણે અપમાન કર્યું હતું. આટલો મોટો ઓર્ડર મળ્યા બાદ માલિક ખુબ જ ખુશ હતો. તેણે રાજાએ કહ્યા પ્રમાણે કર્યું.


આ ગુજરાતનું શું થશે? શિક્ષકો બાદ હવે આરોગ્યકર્મી પણ વિદેશમાં જલસા કરતા હોવાનો ખુલાસો


જ્યારે આ સાત કારર સેલ્સમેનની સાથે મહારાજાના મહેલમાં પહોંચી તો મહારાજાએ તાત્કાલિક ભારતથી નગરપાલિકાના પ્રમુખને બોલાવ્યો અને તેમણે કહ્યું કે તે તમામ સાત કારોને લઈ જાય અને તાત્કાલિક તેનો ઉપયોગ કચરો ઉપાડવાની ગાડીઓના રૂપમાં કરે. સેલ્સમેન પુરી રીતે હેરાન થઈ ગયો. નગરપાલિકાએ તે રોલ્સ રોયસસ કારથી કચરો ઉપાડવાની સાથે રસ્તાની સફાઈ પણ કરવાની શરૂ કરી દીધું. 


વિનેશના સ્વાગતમાં બજરંગ પુનિયાથી થઈ મોટી ભૂલ, ભડક્યા પ્રશંસકો, કહ્યું; 'માફી માંગો..


આ વાતની ચર્ચા ચારેબાજુ થઈ રહી હતી. જે લોકો રોલ્સ રોયસને અમીરોનું પ્રતિક માનતા હતા, તે કાર રસ્તા સાફ કરી રહી હતી અને કચરો ઉપાડી રહી હતી. અમુક લોકોએ ધીરે ધીરે રોલ્સ રોયસ ખરીદવાનું બંધ કરી દીધું કાર કે તેઓ કહેતા હતા કે ભારતમાં કચરાના પરિવહન માટે વપરાતી કાર કોઈ સ્ટેટ્સ બનાવી શકતી નથી. જેના કારણે કંપનીનું ટર્નઓવર સતત ઘટવા લાગ્યું.


નો ટેન્શન! આવી અંબાલાલની નવી આગાહી, એવું ના સમજતા કે ગુજરાતમાંથી વરસાદ ગયો, આ તો...


થોડાક મહીનાઓ બાદ રોલ્સ રોયસના માલિકે પોતાના કર્મચારીના વર્તાવ માટે રાજાને માફીનામું મોકલ્યું અને તેમણે વિનંતી કરી કે તેઓ કચરાના પરિવહન માટે પોતાની કારોનો ઉપયોગ કરવાનું બંધ કરી નાંખે. તેમણે 6 લેટેસ્ટ રોલ્સ રોયસ કાર પણ ભેટ સ્વરૂપે મહારાજા માટે મોકલી, જેના માટે કંપનીએ કોઈ પૈસા લીધા નહોતા. મહારાજાએ બાદમાં તેમણે માફ કરી દીધા.