નવી દિલ્હીઃ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે, જેના વિશે અજીબોગરીબ દાવા કરવામાં આવે છે. તમારી જાતને તમે તીસ માર ખાન સમજતા હોવ તો પણ અહીં ભૂલથી ભૂલ ના કરતા, નહીં તો તમને અહીં મોત મળે છે. આવી જ એક સ્થળ તુર્કીના પ્રાચીન શહેર હેરાપોલિસમાં છે. અહીં એક એવું પ્રાચીન મંદિર છે, જે નર્કનો દરવાજો હોવાનો દાવો કરવામાં આવે છે. આ સ્થાન વિશે કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં જાય છે તો તેના મૃતદેહની પણ ખબર પડતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં પ્રવેશતાં જ થાય છે કોઈનું પણ મોત
નોંધનીય છે કે આ મંદિરને નરકનો દરવાજો કહેવામાં આવે છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીં રહસ્યમય રીતે મોત થઈ રહ્યા છે. સૌથી મોટી રહસ્યમય વાત એ છે કે જો કોઈ વ્યક્તિ મંદિરના સંપર્કમાં આવે છે, તો પણ કોઈપણ પ્રાણીનું મોત થઈ જાય છે. આ મંદિર વિશે લોકોનું માનવું છે કે ગ્રીક દેવતાના ઝેરીલા શ્વાસને કારણે તમામ મનુષ્યના મૃત્યુ થાય છે. ગ્રીક-રોમન કાળમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો કે જો કોઈ વ્યક્તિ આ મંદિરમાં જશે તો તેનું માથું કાપી નાખવામાં આવશે.


આ મંદિરને નર્કનો દ્વાર માને છે લોકો
કહેવાય છે કે આ મંદિરના સંપર્કમાં આવતા જ મનુષ્યથી લઈને પશુ-પક્ષીઓના મૃત્યુ થાય છે. અહીં સતત થઈ રહેલા મૃત્યુના કારણે લોકો આ મંદિરના દરવાજાને 'નર્કનો દરવાજો' કહે છે. તમને જણાવી દઈએ કે ગ્રીક, રોમન સમયમાં પણ લોકો મૃત્યુના ડરથી અહીં જવાથી ડરતા હતા.


વૈજ્ઞાનિકોએ ઉકેલી લીધું છે આ રહસ્ય
જો કે, લોકોના રહસ્યમય મોતનો ભેદ વૈજ્ઞાનિકોએ ઉકેલી લીધો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંદિરની નીચેથી ઝેરી કાર્બન ડાયોક્સાઈડ ગેસ સતત બહાર નીકળી રહ્યો છે, જેના લીધે માણસો અને પશુ-પક્ષીઓ સંપર્કમાં આવતા જ મૃત્યુ પામે છે.


જીવજંતુઓ અને પક્ષીઓનો પણ થાય છે મોત
વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ મંદિરની નીચે બનેલી ગુફામાં મોટી માત્રામાં કાર્બન ડાયોક્સાઈડ ગેસ મળી આવ્યો છે. જ્યાં સામાન્ય રીતે માત્ર 10 ટકા કાર્બન ડાયોક્સાઈડ માત્ર 30 મિનિટમાં જ કોઈ વ્યક્તિનું મૃત્યુ કરી શકે છે, ત્યાં ગુફાની અંદર આ ઝેરી ગેસનું પ્રમાણ 91 ટકા છે. અહીં સંપર્કમાં આવતા જીવજંતુઓ અને પશુ-પક્ષીઓના તાત્કાલિક જ મોત થઈ જાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube