World`s First Female Spy: કોણ હતી હિટલરની રૂપાળી મહિલા જાસૂસ? જેના ડાન્સે આખા યૂરોપને બનાવ્યું હતું દીવાનું!
નવી દિલ્લીઃ માતા હારી દુનિયાની એક પ્રખ્યાત જાસૂસ હતી. તેણે પોતાની જાસૂસીનો પરચો દુનિયાભરને આપ્યો હતો...હિટલરના જાસૂસ તરીકે કામ કરતી માતા હારીએ આખા યૂરોપને નચાવી દીધુ હતુ. માતા હારીને હિટલરની જાસૂસી કરવાના આરોપસર મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. માતા હારી એક જાસૂસ હોવાની સાથે સાથે ઉત્કર્ષ ડાન્સર પણ હતી.
પહેલુ વિશ્વ યુદ્ધ શરૂ થયા પહેલા તે એક ડાન્સર અને સ્ટ્રિપર તરીકે મશહૂર થઈ ગઈ હતી. માતા હારીનો ડાન્સ જોવા માટે ઘણાં દેશના રાજાશાહી લોકો અને મોટા સૈન્ય અધિકારીઓ આવતા હતા. તેણે આ જ વાતનો ફાયદો ઉઠાવ્યો અને ગોપનીય જાણકારીઓ એક પક્ષ પાસેથી લઈને બીજા પક્ષ સુધી પહોંચાડતી હતી. જણાવવામાં આવે છે કે, હિટલર અને ફ્રાંસ માટે માતા હારી જાસૂસી કરતી હતી.
ગોળી મારી દેવામાં આવી હતી-
માતા હારીની મોત બાદ 17માં દાયકામાં જર્મનીના ગોપનીય હસ્તાવેજ સામે આવ્યા. આ દસ્તાવેજોમાં ખુલાસો થયો કે, તે જર્મની માટે જાસૂસીનું કામ કરતી હતી. જાસૂસીના આરોપમાં વર્ષ 1917માં માતા હારીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેણે સુનાવણી દરમિયાન ક્યારેય પણ કોર્ટમાં કબૂલ નથી કર્યુ કે, તે એક જાસૂસ છે. એમ જ કહ્યું કે, તે એક ડાન્સર છે. પરંતુ તેના પર જાસૂસીના આરોપ સિદ્ધ થઈ ચૂક્યા હતા. પરંતુ તેની આંખો ઉપર પટ્ટી બાંધીને ગોળી મારીને હત્યા કરવાની સજા સંભળાવી દેવામાં આવી.
ઈતિહાસકારોના મતે, માતા હારી બની નથી શકાતુ, તેના માટે જન્મ લેવો પડે છે. માતા હારી સુંદર ન હોવાના કારણે તેને એક ગ્રુપમાંથી બહાર કાઢી દેવામાં આવી હતી. જ્યાર બાદથી તેને સર્કસમાં કામ કરવાની ફરજ પડી. માતા હારીનો પતિ નેધરલેન્ડની શાહ સેનામાં એક અધિકારી હતો. પરંતુ દારૂડિયો હોવાના અને મારપીટ કરવાના કારણે તેણે પતિનો સાથ છોડ દીધો. તેણે ભારતીય કામશાસ્ત્રની કળાના રહસ્યપૂર્ણ ગૂઢાર્થોને સમજ્યા. જ્યાર બાદથી તેને માતા હારી નામ મળ્યું. તેના નવા અવતારે લોકોને દીવાના બનાવી દીધા. લક્ઝરી લાઈફ જીવવાનો તેને શોખ હતો. જર્મન અધિકારીઓએ તેની આ જ કમજોરીનો ફાયદો ઉઠાવ્યો હતો.