દુનિયાના સૌથી મોંઘા જૂતા, કિંમત જાણીને ચક્કર ખાઈ જશો
દુનિયાના સૌથી મોંઘા જૂતાની જોડી સયુંક્ત આરબ અમિરાતમાં ઉતરવા જઈ રહી છે.
દુબઈ: દુનિયાના સૌથી મોંઘા જૂતાની જોડી સયુંક્ત આરબ અમિરાતમાં ઉતરવા જઈ રહી છે. તેની કિંમત 1.7 કરોડ ડોલર છે. મીડિયાના અહેવાલો મુજબ આ જાણકારી મંગળવારે આપવામાં આવી. ખલીજ ટાઈમ્સના અહેવાલ મુજબ આ લક્ઝરી જૂતા હીરા અને અસલ સોનાના બનેલા છે. તેની ડિઝાઈન તૈયાર કરવામાં અને બનાવવામાં 9 મહિના જેટલો સમય લાગ્યો છે.
જૂતામાં છે સેંકડો હીરા
પૈશન ડાઈમન્સ શૂની કિંમત 6.24 કરોડ દિરહામ એટલે કે 1.7 કરોડ ડોલર છે. રૂપિયામાં આ કિંમત 1.23 અબજ આશરે આંકવામાં આવી છે. તેમાં સેંકડો હીરા લાગ્યા છે.
આ જૂતાની જોડીને યુએઈની બ્રાન્ડ જદા દુબઈએ પૈશન જ્વેલર્સ સાથે મળીને તૈયાર કરી છે. બુધવારે તેને દુનિયાની એકમાત્ર સેવન સ્ટાર હોટલ બુર્જ અલ અરબમાં જાહેર કરવામાં આવશે.