વ્યક્તિના જીવનમાં પ્લાસ્ટિક એક મહત્વનો ભાગ બની ગયો છે. તેના વિના કોઈ પણ કાર્યનો વિચાર કરવો મુશ્કેલ છે. ન્હાવાની ડોલથી લઈને શોપિંગ બેગ સુધી, તમારા જૂતાથી લઈને તમારા શર્ટના બટન સુધી, પ્લાસ્ટિક દરેક માનવ જીવન સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધિત છે. આપણે જાણીએ છીએ કે મોટાભાગના પ્લાસ્ટિકનો નાશ કરી શકાતો નથી. પરંતુ હવે આ પ્લાસ્ટિક વ્યક્તિની  માટે એક મોટી સમસ્યા બની રહ્યું છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લાસ્ટિક આપણા જીવનમાં ઘણી બધી વસ્તુઓને સરળ બનાવે છે. પરંતુ તેના કારણે આજે વ્યક્તિ પોતાના પર્યાવરણના વિનાશ માટે જવાબદાર બન્યો છે. વર્ષ 2019માં પ્લાસ્ટિકના 171 ટ્રિલિયન ટુકડા દરિયામાં તરતા જોવા મળ્યા છે. આ સાથે જ આંકડા દર્શાવે છે કે 2005થી માઈક્રોપ્લાસ્ટિક્સને દરિયામાં   ફેંકવાની પ્રક્રિયામાં જોરદાર ઉછાળો આવ્યો


 પ્લાસ્ટિકનું વિઘટન મુશ્કેલ
પ્લાસ્ટિકનું વિઘટન કરવું ખૂબ જ મુશ્કેલ છે અથવા ફક્ત એમ કહીએ કે પ્લાસ્ટિક બહુ ઓછું વિઘટિત થાય છે. દરિયામાં તરતા 171 ટ્રિલિયન પ્લાસ્ટિકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જો તેમનું કુલ વજન બહાર કાઢવામાં આવે તો તે 20 લાખ ટનથી વધુ હશે.
 
અમેરિકાની સંસ્થાએ રજૂ કર્યો દાવો

અમેરિકાની સંસ્થા 5 Gyres (5 Gyres Institute)એ સમુદ્રમાં તરતા પ્લાસ્ટિકના આંકડા રજૂ કરતા દાવો કર્યો છે કે લગભગ 20 લાખ ટન કચરો દરિયામાં તરી રહ્યો છે. 5 ગિયર્સે તેના સંશોધનમાં જણાવ્યું કે વર્ષ 2040માં સુધીમાં દરિયામાં પ્લાસ્ટિકનો કચરો 3 ગણો વધી જશે..
 
મેરીકી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ તેના અભ્યાસની પુષ્ટિ કરવા માટે નમૂના તરીકે 11,777 સ્થાનો પસંદ કર્યા હતા અને આ સ્થાનોનો અભ્યાસ કર્યા પછી, સંસ્થા તેના અંતિમ પરિણામ પર પહોંચી હતી. સમુદ્રમાં ફેલાયેલા માઈક્રોપ્લાસ્ટિક્સ દરિયાઈ જીવોના આંતરિક અંગોને ખરાબ રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે.
 
યુનાઈટેડ નેશન્સ પ્લાસ્ટિક વેસ્ટની વધતી જતી સમસ્યાઓને સમજે છે અને તેનો સામનો કરવા માટે વર્ષ 2021 માં આંતરરાષ્ટ્રીય સંધિ માટે પ્રયત્નો શરૂ કર્યા છે. નવેમ્બર મહિનામાં ઉરુગ્વેમાં પ્લાસ્ટિકના પ્રદૂષણનો સામનો કરવા માટે એક બેઠક પણ યોજાઈ હતી.  આ મીટીંગનો હેતુ એ હતો કે વધતી જતી પ્લાસ્ટિકની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તેના નિયંત્રણ માટે કાયદો બનાવવો પડશે.