વોશિંગ્ટન: ફેડરલ સ્પેન્ડિંગ બિલ પસાર કર્યા વગર અને મેક્સિકો સરહદ પર દીવાલનું નિર્માણ કરવા માટે ફંડ ઉપલબ્ધ કરાવવાની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીનું સમાધાન કર્યા વગર અમેરિકી કોંગ્રેસની કાર્યવાહી શુક્રવારે સ્થગિત થઈ જવાના કારણે અમેરિકામાં સરકારી કામકાજ ઠપ્પ થઈ જવાનું નક્કી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વાગે કામકાજ થઈ જશે ઠપ
સ્થાનિક સમય મજુબ શનિવાર સવારે 12 વાગેને એક મિનિટથી અનેક મહત્વપૂર્ણ એજન્સીઓનું કામકાજ બંધ થઈ જશે. આ અગાઉ કેપિટલ હીલમાં વ્હાઈટ હાઉસના અધિકારીઓ અને અમેરિકી કોંગ્રેસના બંને પક્ષના નેતાઓ વચ્ચે છેલ્લી ક્ષણ સુધી ચાલેલી વાતચીતમાં ફાઈનાન્સિંગને લઈને કોઈ સહમતિ થઈ શકી નહી. 


મેક્સિકો સરહદના કારણે વધ્યો છે ગુસ્સો!
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે મેક્સિકો સરહદ પર દીવાલ માટે ફંડને લઈને તલવારો ખેંચાઈ છે. ટ્રમ્પનું કહેવું છે કે જો કોંગ્રેસ પાસેથી ધનની મંજૂરી ન મળે તો સરકારી શટડાઉન માટે ડેમોક્રેટ સાંસદો જવાબદાર રહેશે. ટ્રમ્પનું કહેવું છે કે મેક્સિકો સરહદ ખુલ્લી હોવાના કારણે ગેરકાયદેસર ઈમિગ્રેશન વધી રહ્યું છે. જેનાથી અમેરિકામાં ગુનામાં વધારો થઈ રહ્યો છે. તેને રોકવા માટે ટ્રમ્પ મેક્સિકોની સરહદ પર દીવાલ બનાવવા માંગે છે.


આ માટે તેમણે કોંગ્રેસ પાસે 35000 કરોડ રૂપિયાની માગણી કરી છે. સત્તારૂઢ રિપબ્લિકન પાર્ટીના બહુમતવાળી પ્રતિનિધિ સભા (અમેરિકી સંસદનું નીચલુ ગૃહ)માં આ સંબંધમાં એક બિલ પહેલેથી પાસ થઈ ચૂક્યું છે. પરંતુ સંસદના ઉપલા ગૃહ સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીનો દબદબો છે. સેનેટમાં બિલ પાસ કરાવવા માટે ટ્રમ્પે ડેમોક્રેટિક મતોની જરૂર છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...