નવી દિલ્હી: કોરોના વાયરસ  (Corona Virus) ગત એક હાહાકાર મચાવ્યો છે. એક તો આ વાયરસ ફેલાય તેની ખબર પણ પડતી નથી. બીજું, આ વાયરસ સામે લડવા માટે અત્યાર સુધી દુનિયામાં કોઇ અસરકારક રસી બની શકી નથી. પરંતુ આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા સારા સમાચાર આવી રહ્યા છે. WHOનો દાવો છે કે હવે કોરોના વાયરસ ફેલવાના દરમાં ઘટાડો આવ્યો છે. આ સંક્રમણને ખતમ થવાની જલદી જ જાહેરાત થઇ શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસ સામે લડવા માટે રસી તૈયાર થઇ ચૂકી છે. આ રસી ટૂંક સમયમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાનું છે. આ દરમિયાન ચીનમાં અત્યાર સુધી કોરોના વાયરસથી 1114 લોકોના મોત થયા છે, જ્યારે લગભગ 44,730 સંક્રમિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WHO એ આપ્યા વધુ એક સારા સમાચાર
WHOના મહાનિર્દેશક ટ્રેડોસ અધનોમ ઘેબ્રેસુસનું કહેવું છે કે મહિના પહેલાં જે ઝડપથી આ સંક્રમણએ લોકો પર હુમલો કર્યો હતો. તેની ધાર હજુ સુધી ઓછી થઇ નથી. હાલના આંકડા મુજબ ચીનમાં પણ દરરોજ સંક્રમિત થવાના કેસમાં ઘટાડો થયો છે. એવામાં WHO જલદી આ વાયરસને કાબૂમાં કરવાનો દિવસ નક્કી કરી શકે છે. બસ તેના માટે થોડા દિવસો રાહ જોવી પડશે. આ ઉપરાંત ચીની વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર એન્ટિવાયરલ રસીનું જલદી ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાનું છે. આગામી થોડા દિવસોમાં આ રસી તૈયાર થઇ જશે. 


આખી દુનિયામાં આતંક મચાવી ન શક્યો કોરોના વાયરસ
કોરોના વાયરસ ભલે ચીનમાં મહામારીનું રૂપ લઇ ચૂક્યો છે, પરંતુ એક સારી વાત એ છે કે અત્યાર સુધી કોરોના વાયરસ ચીનની બહાર પોતાનો આતંક મચાવી શક્યો અંથી. હાલના રિપોર્ટ અનુસાર વાયરસથી મરનાર 1114માંથી માત્ર એક જ વ્યક્તિનું ચીનની બહાર મોત થયું છે. આ ઉપરાંત ચીનની બહાર અન્ય દેશોમાં કોરોના વાયરસ સંક્રમિત લોકો હવે ઠીક થવા લાગ્યા છે. તેનો અર્થ એ છે કે હવે કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થવા લાગ્યું છે. 


ફક્ત અડવાની ફેલાવવા લાગે છે સંક્રમણ
ચીનના સ્વાસ્થ્ય વિભાગે કન્ફોર્મ કર્યું છે કે હવે આ વાયરસ વધુ ઘાતક થઇ ગયો છે. સંક્રમણના આંકડાના આધારે ચીની સ્વાસ્થ્ય વિભાગનું કહેવું છે કે હવે કોરોના વાયરસ ખૂબ ઘાતક સ્વરૂપ લેવા લાગ્યો છે. કોઇ સંક્રમિત વ્યક્તિને અડવાથી આ વાયરસ બીજા વ્યક્તિમાં ટ્રાંસમિટ થઇ શકે છે. આ વાત વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ પણ એડવાઇઝરી જાહેર કરી દીધી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube