આપણે બધા એક વાત તો સારી પેઠે જાણીએ છીએ કે કોઈ પણ એક દેશમાંથી બીજા દેશમાં જવું હોય તો પાસપોર્ટની જરૂર પડતી હોય છે. પાસપોર્ટ વગર તમે એક દેશમાંથી બીજા દેશમાં પ્રવેશ કરી શકો નહીં. એટલે સુધી કે કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીએ પણ કોઈ પણ દેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર પડે છે. પરંતુ શું તમે જાણો છો કે સમગ્ર દુનિયામાં લગભગ 200 દેશોમાં 3 લોકો એવા છે જેમને દુનિયાના કોઈ પણ દેશમાં જવા માટે પાસપોર્ટની જરૂર હોતી નથી. તેઓ પાસપોર્ટ વગર કે કોઈ પણ રોકટોક વગર કોઈ પણ દેશમાં અવરજવર કરી શકે છે. એટલે સુધી કે આ લોકો જે પણ દેશમાં જાય ત્યાં તેમની ખુબ મહેમાનગતિ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 3 લોકો પાસપોર્ટ વગર ઘૂમી શકે આખી દુનિયા
આ 3 લોકો છે બ્રિટનના કિંગ અને જાપાનના રાજા તથા રાણી. જો કે અત્રે જણાવવાનું કે બ્રિટનના કિંગ ચાર્લ્સ પહેલા આ અધિકાર ક્વીન એલિઝાબેથ પાસે હતો. આ ઉપરાંત તમારા મનમાં એ પણ સવાલ ઉઠી રહ્યો હશે કે ચાર્લ્સ પાસે જો આ અધિકાર હોય તો પછી આ અધિકાર તેમની પત્ની પાસે પણ હોવો જોઈએ. તો તમને જણાવી દઈએ કે આ અધિકાર ફક્ત બ્રિટનના કિંગ પાસે જ છે. જો તેમની પત્ની પત્ની તેમની સાથે ક્યાંય પણ આવ જા કરે તો તેમણે પોતાની સાથે ડિપ્લોમેટિક પાસપોર્ટ લઈને ફરવું પડશે. 


હાલમાં જ જ્યારે ચાર્લ્સ બ્રિટનના કિંગ બન્યા હતા ત્યારે તેમના સેક્રેટરીએ પોતાના વિદેશ મંત્રાલય દ્વારા એક દસ્તાવેજી સંદેશ દુનિયાના તમામ દેશોને મોકલ્યો કે હવે પ્રિન્સ ચાર્લ્સ બ્રિટનના કિંગ છે. આથી તેમને પણ પૂરા સન્માન સાથે અવરજવર કરવાની મંજૂરી આપવામાં આવે. આ ઉપરાંત તેમના પ્રોટોકોલનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે. 


જાપાનના સમ્રાટ અને સામ્રાજ્ઞી પાસે પણ વિશેષાધિકાર
હવે વાત કરીએ જાપાનના સમ્રાટ અને સમ્રાજ્ઞીની તો તેમને પણ આ વિશેષ અધિકાર મળેલો છે. હાલ જાપાનના સમ્રાટ નારુહિતો છે. જ્યારે તેમના પત્ની મસાકો ઓવાદા જાપાનના સમ્રાજ્ઞી છે. નારુહિતો અને મસાકો ઓવાદા પણ દુનિયાના કોઈ પણ દેશમાં પાસપોર્ટ વગર જઈ શકે છે. અત્રે જણાવવાનું કે નારુહિતો અગાઉ તેમના પિતા અકીહિતો જાપાનના સમ્રાટ હતા અને આ વિશેષાધિકાર પહેલા તેમને મળેલો હતો. પરંતુ તમને જણાવી દઈએ કે હવે જો અકીહિતો કોઈ બીજા દેશમાં જાય છે ત્યારે તેમણે પોતાની સાથે ડિપ્લોમેટિક પાસપોર્ટ સાથે રાખવો પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube