World's Best Schools: ભારતનો ડંકો આખી દુનિયામાં વાગી રહ્યો છે. સિલિકોન વેલી સ્થિત આઇટી કંપનીઓના ટોપ પદ પર બેઠેલા ભારતીય હોય કે દેશની અંદર અભ્યાસ કરનાર આગામી પેઢીને શિક્ષિત કરનાર શિક્ષકે કંઇક ને કંઇક એવું નામ કર્યું છે કે ભારતીય પ્રતિભાને આખી દુનિયાને સ્વિકારવા પર મજબૂર થવું પડ્યું છે. તેનું તાજા ઉદાહરણની વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે બ્રિટનમાં પહેલીવાર આપવામાં આવી રહેલા 'વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ' (World's Best Schools) એવોર્ડની Top 10 ની યાદીમાં ભારતીય સ્કૂલોને સ્થાન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 5 દુનિયાની સર્વશ્રેષ્ઠ ભારતીય સ્કૂલ
આ યાદીમાં મુંબઇ એસકેવીએમની સીએનએમ સ્કૂલ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના લાજપત નગર-3 ની એસડીએમસી પ્રાથમિક શાળાને 'વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ ફોર ઇનોવેશન' કેટેગરીમાં ટોપ ટેનની યાદીમાં સિલેક્ટ કરવામાં આવી છે. તો બીજી તરફ 'કોમ્યુનિટી કોલોબ્રેશન' કેટેગરીની ટોપ 10 ની યાદીમાં મુંબઇની ખોજ સ્કૂલ અને પૂણેની બોપખેલમાં સ્થિત પીસીએમસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાવડાના સમારિતન મિશન સ્કૂલ (હાઇ) ને વિશ્વની સર્વશ્રેષ્ઠ સ્કૂલોની યાદીમાં 'ઓવરમેકિંગ એડવર્સિટી' કેટેગરીમાં સ્થાન મળ્યું છે. 

Presidential Election 2022: 18 જુલાઇએ યોજાશે રાષ્ટ્રપતિની ચૂંટણી, 21 જુલાઇએ દેશને મળશે નવા મહામહિમ, જાણો પ્રક્રિયા


ટી4 એજ્યુકેશન અને 'વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ' પુરસ્કારના સંસ્થાપક વિકાસ પોટાએ કહ્યું 'કોવિડના લીધે સ્કૂલ અને યુનિવર્સિટીઓ બંધ હોવાથી દોઢ અરબથી વધુ વિદ્યાર્થી પ્રભાવિત થયા છે. સંયુક્ત રાષ્ટ્રે મહામારી પહેલાં ચેતાવણી આપી હતી કે વૈશ્વિક શિક્ષણ સંકટ ગાઢ બની શકે છે કારણ કે 2030 સુધી ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રાપ્ત કરવામાં પહેલાંથી મોડું થઇ શકે છે. 


તેમણે કહ્યું કે 'અમે વ્યવસ્થાગત ફેરફાર લાવવાના ઉદ્દેશ્યથી જમીની સ્તર પર સમાધાન નિકાળવા માટે વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પુરસ્કારોની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવવા અને પ્રેરણા આપનાર સ્કૂલોની કહાણી જણાવીને શિક્ષણમાં ફેરફાર લાવી શકાય છે. 


દરેક સ્કૂલને મળશે 50 હજાર ડોલરનું ઇનામ
બ્રિટન સ્થિત ડિજિટલ મીડિયા મંચ ટી24 એજ્યુકેશન દ્રારા વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પુરસ્કારોની શરૂઆત કરવામાં આવી છે. સંબંધિત શ્રેણીઓમાં અંતિમ વિજેતાઓની જાહેરાત આ વર્ષે ઓક્ટોબરમાં કરવામાં આવશે. પાંચ પુરસ્કાર વિજેતાઓની વચ્ચે અઢી લાખ ડોલરના પુરસ્કાર વહેંચવામાં આવશે અને દરેક વિજેતા સ્કૂલને 50 હજાર ડોલરનું ઇનામ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube