નવી દિલ્હીઃ બરમુડા અને સ્વિટ્ઝર્લેન્ડ રહેવા માટે વિશ્વના સૌથી વૈભવી દેશોમાંના એક છે, પરંતુ અહીં રહેવું ખૂબ ખર્ચાળ છે. આ ડેટા વર્લ્ડ ઓફ સ્ટેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે 140 દેશોની યાદી જાહેર કરી છે. જેમાં બરમુડા સૌથી ઉપર અને પાકિસ્તાન સૌથી નીચે છે. તમને જણાવી દઈએ કે બરમુડામાં આવેલો દરિયા કિનારા ઘણા લોકોને આકર્ષે છે, પરંતુ અહીં રહેવાની કિંમત વધારે છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે.


કેમેન આઇલેન્ડ, બહામાસ, આઇસલેન્ડ, સિંગાપોર, બાર્બાડોસ, નોર્વે, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયાનો પણ આ યાદીમાં ઉલ્લેખ છે. કેમેન ટાપુઓ, જે યુનાઇટેડ કિંગડમ (યુકે)નો ભાગ છે, ત્રીજા સ્થાને છે.


ભારતની શું છે સ્થિતિ?
ભારતની વાત કરીએ તો વર્લ્ડ ઓફ સ્ટેટિક્સની યાદીમાં 138મું સ્થાન મળ્યું છે. જેનો મતલબ છે કે ભારતમાં જીવન પસાર કરવું બાકી દેશોની તુલનામાં સરળ છે. પરંતુ આ યાદીમાં પાકિસ્તાનને સૌથી છેલ્લું સ્થાન મળ્યું છે. 


આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા


આ 10 દેશોમાં રહેવું ઘણું મોંઘું છે
રેન્કિંગ દેશ
1 બર્મુડા
2 સ્વિટ્ઝર્લૅન્ડ
3 કેમેન ટાપુઓ
4 બહામાસ
5 આઇસલેન્ડ
6 સિંગાપોર
7 બાર્બાડોસ
8 નોર્વે
9 ડેનમાર્ક
10 ઓસ્ટ્રેલિયા


આ દેશોમાં રહેવું સૌથી સસ્તું છે
રેન્કિંગ દેશ
133 બાંગ્લાદેશ
137 નાઇજીરીયા
138 ભારત
139 ઇજિપ્ત
140 પાકિસ્તાન


શું છે અમેરિકા, ચીન અને રશિયાની સ્થિતિ?
દુનિયાના સૌથી મોંઘા દેશની યાદીમાં દર વર્ષે ફેરફાર થતો રહે છે. પરંતુ લેટેસ્ટ ડેટામાં આપણે અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોની વાત કરીશું. અમેરિકા અને ચીનની દ્રષ્ટિએ રશિયામાં જીવન રહેવું સરળ છે, તેમ છતાં ભારતની તુલનામાં રશિયા ખુબ મોંઘુ છે. આ યાદીમાં અમેરિકાને 12મું, ચીનને 93મું અને રશિયાને 110મું સ્થાન મળ્યું છે. 


અહીં જુઓ લિસ્ટ


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube