Nuclear War : દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. હાલ જે રીતે એક પછી એક દેશ યુદ્ધમાં સામેલ થઈ રહ્યં છે, તે જોતા આખું વિશ્વ સળગશે. ત્યારે આવામાં કેટલાક દેશો એવા પણ છે જેઓને વિશ્વ યુદ્ધ કે પરમાણુ બોમ્બની કોઈ અસર નહિ થાય. પરમાણુ યુદ્ધ સમયે સુરક્ષિત રહેનારા દેશોનું નિર્ધારણ ભૂગોળ, રાજકીય સ્થિરતા, સેના સ્થિતિ અને રાજકીય સ્થિતિ પર નિર્ભર કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડ
દક્ષિણ પ્રશાંત મહાસાગરમા આ સ્થિત આ દેશ દુનિયાના પ્રમુખ પરમાણુ હથિયાર સંપન્ન દેશોથી બહુ જ દૂર છે. તેમાં રાજકીય સ્થિરતા છે અને અહી કોઈ મોટા સેના સંગઠનની ભાગેદારી નથી. 


આઈસલેન્ડ
આ દેશ ઉત્તરી એટલાન્ટીક મહાસાગરમાં અલગથલગ છે. તેમાં સેનાની હાજરી ઓછી છે, જેનાથી તેને કોઈ મોટા સૈન્ય હુમલાનું નિશાન બનાવવું મુશ્કેલ છે. 


SG હાઈવે પર સાયક્લિસ્ટ તબીબને ટક્કર મારીને ભાગી જનારો પકડાયો, ચિક્કાર દારૂ પીને નીકળ્યો હતો


સ્વિત્ઝરર્લેન્ડ
આ દેશની તટસ્થતા અને મજબૂત બંકર પ્રણાલીથી તેને સંભવિત સુરક્ષા મળી રહે છે. અહીંનં ભૂગોળ પર્વતીય ક્ષેત્ર હોવાથી તેને સુરક્ષા પ્રદાન કરે છે. 


ચિલી
ચિલી લાંબો અને પાતળા આકારનો તથા તેની ભૌગોલિક સ્થિતિ એન્ડીઝ પર્વત ને પ્રશાંત મહાસાગરથી તેને રણનીતિક રૂપથી સુરક્ષિત બનાવે છે. આ પ્રમુખ પરમાણુ શક્તિઓથી દૂર છે. 


એન્ટાર્કટિકા
એન્ટાર્કટિકામાં કોઈ મોટા રાજકીય અને સેનાનું મહત્વ નથી. જેનાથી તે પરમાણુ યુદ્ધ જેવી સ્થિતિમાં સુરક્ષિત ગણી શકે છે. જરૂરી હોય તો તેના ખાલી અને વિશાળ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને આશ્રય આપી શકાય છે.  


સરકારી કર્મચારીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, ગ્રેજ્યુઈટી માટે લેવાયો નવો નિર્ણય


ગ્રીનલેન્ડ
ગ્રીનલેન્ડ ઉત્તરી એન્ટાલન્ટિક અને આર્કટિક મહાસાગરની વચ્ચે સ્થિત છે. જે તેને પ્રમુખ સૈન્ય અને આર્થિક કેન્દ્રોથી દૂર રાખે છે. તે દુનિયાના પ્રમુખ સંઘર્ષ ક્ષેત્રો અને પરમાણુ લક્ષ્યોથી બહુ જ અલગ છે.


ઈન્ડોનેશિયા
ઈન્ડોનેશિયા 17000 થી વધુ ટાપુઓનો એક વિશાળ સમૂહ છે. તેનો વિસ્તાર કોઈ એકલ લક્ષ્યના રૂપમાં ઓળખાવો અને હુમલો કરવા માટે જટિલ બનાવે છે. મોટાપાયા પર બનેલા ટાપુઓને કારણે અહી પરમાણુ હુમલો નિષ્ફળ સાબિત થઈ શકે છે.  


તુવાલુ
ભૌગોલિક રીતે આ દેશ પરમાણુ સશસ્ત્ર દેશોથી દૂર છે અને રાજકીય રીતે પણ તટસ્થ છે. તુવાલુમાં મર્યાદિત માળખાકીય સુવિધાઓ છે, જે તેને લશ્કરી કાર્યવાહી માટે મુશ્કેલ લક્ષ્ય બનાવે છે.


સુરતમાં એકસાથે 3 બાળકીના મોત, આઈસ્ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું


આર્જેન્ટિના
આર્જેન્ટિના પરમાણુ બોમ્બથી પ્રમાણમાં સુરક્ષિત છે કારણ કે તે દક્ષિણ અમેરિકામાં સ્થિત છે, વૈશ્વિક લશ્કરી સંઘર્ષો અને પરમાણુ હથિયાર ધરાવતા રાજ્યોથી દૂર છે. વધુમાં, તેની તટસ્થ વિદેશ નીતિ અને વ્યૂહાત્મક મહત્વનો અભાવ તેને સંભવિત લક્ષ્યોથી દૂર રાખે છે.


ઉરુગ્વે
ઉરુગ્વે પરમાણુ બોમ્બથી પ્રમાણમાં સુરક્ષિત છે કારણ કે તે દક્ષિણ અમેરિકામાં સ્થિત છે, વૈશ્વિક લશ્કરી સંઘર્ષો અને પરમાણુ-સશસ્ત્ર દેશોના પ્રભાવના ક્ષેત્રથી દૂર છે. તે જ સમયે, તેની શાંતિપૂર્ણ વિદેશ નીતિ અને લશ્કરી મહત્વનો અભાવ તેને સંભવિત લક્ષ્યોથી દૂર રાખે છે.
 
ભારતનું શું થશે?
જો પરમાણુ યુદ્ધ થાય તો ભારત માટે ખૂબ જ ગંભીર પરિણામો આવી શકે છે. પાડોશી દેશો પાકિસ્તાન અને ચીન પરમાણુ સમૃદ્ધ દેશો છે અને ભારત પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે. આવી સ્થિતિમાં, યુદ્ધના કિસ્સામાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હશે. અહીં મોટી સંખ્યામાં લોકોના મોત થઈ શકે છે.


અમદાવાદ દેશમાં સૌથી મોંઘુ મકાન ભાડા મેળવનારું શહેર બન્યું, નવા રિપોર્ટમાં થયો ખુલાસો