Crorepati Boy: તંબુમાં રહીને આ છોકરો બન્યો કરોડોનો માલિક, માત્ર 13 વર્ષની ઉંમરે બનાવ્યો આ `મહારેકોર્ડ`
Crorepati Boy: યુકેના આ બાળકનું નામ મેક્સ વુસી છે, જેણે 13 વર્ષની નાની ઉંમરે 3 વર્ષ સુધી ટેન્ટમાં રહીને લગભગ 7 કરોડ 60 લાખ રૂપિયા એકઠા કર્યા અને તમામ પૈસા એક સંસ્થાને દાનમાં આપ્યા.
Crorepati Boy: ઘરમાં સારો પલંગ હોય તો પણ અમુક લોકોને રાત્રે ઉંઘ નથી આવતું....પરંતુ પરંતુ 13 વર્ષના છોકરાએ 3 વર્ષ તંબુની અંદર સૂઈને વિતાવ્યા. સાથે નાના છોકરાએ અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે. યુકેના આ બાળકનું નામ મેક્સ વુસી છે, જેણે કેન્સરથી પીડિત દર્દીઓ માટે ફંડ એકઠું કરવાનો નિર્ણય લીધો છે.13 વર્ષની નાની ઉંમરે, મેક્સ વુસીએ 3 વર્ષ સુધી ટેન્ટમાં રહીને લગભગ 7 કરોડ 60 લાખ રૂપિયા એકઠા કર્યા અને તમામ પૈસા એક સંસ્થાને દાનમાં આપ્યા. આ સંસ્થાનું નામ દિવાન હેપીનેસ સંસ્થા છે જે કેન્સરના દર્દીઓ માટે કામ કરે છે.
આ પણ વાંચો:
કીડી ખારી, વંદાનો સ્વાદ શેકેલી બદામ જેવો.. સ્વાદ જણાવનાર આ મહિલા રોજ ખાય છે જીવજંતુ
વેચાવા માટે તૈયાર છે આ નાનકડું ઘર, લાઈટ-પાણીની નથી વ્યવસ્થા, કિંમત ઉડાડી દેશે હોશ
Trending: ગૂગલ પર ભિખારી સર્ચ કરવા પર જોવા મળે છે આ મોટા નેતાની તસવીર
તંબુમાં રહેતા મેક્સ વુસીની સ્ટોરી ખૂબ જ અનોખી છે. કેન્સર જેવી ખતરનાક બિમારીના લીધે મેક્સ વુસીએ તેના મિત્રને ગુમાવ્યો હતો, ત્યારબાદ તેણે વચન આપ્યું હતું કે તે કેન્સરથી પીડિત દર્દીઓની મદદ કરશે. એક ઝુંબેશના ભાગરૂપે, મેક્સે ટેન્ટની અંદર રાત વિતાવવાનું શરૂ કર્યું અને આ રીતે તેણે તંબુમાં જ 3 વર્ષનો લાંબો સમય પસાર કર્યો. મેક્સના ઘરની બહાર તંબુ જોઈને લોકો તેને 'ધ બોય ઈન ટેન્ટ' કહેવા લાગ્યા છે. મેક્સે માત્ર 13 વર્ષની ઉંમરમાં 7 કરોડ 60 લાખ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મેક્સનો આ રેકોર્ડ ગિનિસ બુકમાં પણ નોંધાયેલો છે.
મેક્સે જે રુપિયા ભેગા કર્યા છે કે તે લગભગ 500 કેન્સરના દર્દીઓને સાજા કરી શકે છે. વર્લ્ડ રેકોર્ડ ધારક મેક્સે વર્ષ 2020થી તંબુમાં રહેવાનું શરૂ કર્યું. અહેવાલ છે કે મેક્સ એપ્રિલ 2023 સુધી તંબુમાં રહેશે. પૈસાના અભાવે મેક્સના મિત્રનું અવસાન થયું, મિત્રતાની આ લાગણીએ હવે ઘણા કેન્સરના દર્દીઓની સારવાર સરળ બનાવી દીધી છે.