જર્મનીના હાર્ટ્સ હિલ્સમાં આવેલા વિશ્વના સૌથી લાંબા પુલ પર લોકો ચાલવાનો આનંદ માણી શકે છે. આ 450 મીટરથી વધુ લાંબા પુલથી વિશાળ ડેમની એક તરફથી બીજી તરફ પહોંચી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેમસ છે નામ
Titan-RT નામનો આ પુલ 7 મેં 2017ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પુલ મધ્ય જર્મન શહેર Oberharts am Broken માં આવેલો છે.


કેટલો લાંબો છે પુલ
કુલ 458 મીટર લાંબો પુલે રશિયન શહેર સોચીમાં આવેલા સ્કાયપાર્ક બ્રિજને પાછળ છોડી દીધો છે. આ પુલ 439 મીટર  લાંબો છે. Titan-RT પુલ બનતા પહેલા સ્કાયપાર્ક પુલ સૌથી મોટો પુલ હતો.


આ પુલ ઊંચો પણ છે
જર્મનીના સૌથી ઉંચા રેપબોડ ડેમ પર બનેલો આ પુલ પાણીના સ્તરથી લગભગ 100 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે.


ઘણો લાંબો સમય લાગ્યો
સતત 5 વર્ષ સુધી આ પુલનું કામ ચાલ્યું. આ 5 વર્ષમાં પુલની યોજના બનાવાની સાથે તેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું.


ના ભુલાય તેવો અનુભવ
આ પુલ ચાલતા જવા માટે વિશ્વનો સૌથી લાંબો પુલ છે. તેના પ્રકારનો એકમાત્ર સસ્પેન્શન બ્રિજ. જે લોકો આ પુલ પર ચડ્યા તેઓ એક સ્મિત સાથે આ પુલ પરથી નિચે ઉતર્યા.


કઈ ટેકનોલોજીથી બન્યો છે આ પુલ
ટેકનિક લગાવવામાં આવી કેબલ કન્ટ્રક્શનની. આ પુલ બનાવવા માટે 947 ટનના પુલિંગ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો.


આ પુલ પર કેવી રીતે લેશો આનંદ?
જે પણ સાહસના શોખીન છે તે આ પુલ પરથી કૂદકો મારીને 75 મિટર સુધી જઈને પેન્ડુલમ જમ્પની મજા લઈ શકે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube