હવે ઇસ્લામિક નહીં રહે આ દેશ, બંધારણમાં થવા જઈ રહ્યો છે ફેરફાર
ટ્યુનિશિયાનું બંધારણ બદલાવવા જઈ રહ્યું છે. નવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે અને આ રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યો છે. આ નવું બંધારણ 2014 ના બંધારણની જગ્યા લેશે. આ પહેલા 25 જુલાઈના દેશમાં લોકમત થશે.
નવી દિલ્હી: ઉત્તર આફ્રિકન દેશ ટ્યુનિશિયામાં નવા બંધારણને લઇને તૈયારીઓ ચાલી રહી છે. આ માટે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે બાદ હવે રાષ્ટ્રપિત કૈસ સૈયદે કહ્યું કે નવા બંધારણમાં ટ્યુનિશિયાનો રાજકીય ધર્મ ઇસ્લામ નહીં રહે. તમને જણાવી દઈએ કે, ટ્યૂનીશિયામાં 25 જુલાઈના લોકમત થવા જઈ રહ્યો છે.
રાષ્ટ્રપતિ સૈયદે કહ્યું કે, અમે એક એવા સ્ટેટની વાત નથી કરી રહ્યા જેનો ધર્મ ઇસ્લામ છે પરંતુ અમે એક રાષ્ટ્રની વાત કરીશું જેનો ધર્મ ઇસ્લામ છે અને નેશન, સ્ટેટથી અલગ હોય છે. સૈયદ કહી રહ્યા છે કે ટ્યૂનીશિયાનો કોઈ રાજકીય ધર્મ નહીં હોય, પરંતુ એક રાષ્ટ્ર તરીકે ઘર્મ ઇસ્લામ છે.
દિવસમાં ત્રણ ટાઈમ વાટકો ભરી ડોગફૂડ ખાય છે આ વિદ્યાર્થી, કહ્યું- સ્વાદ નથી આવતો પરંતુ...
સૈયદ આ ટ્યૂનીશિયામાં રાજકીય વ્યવસ્થામાં સુધારો લાવવાની દિશામાં એક પગલું વધારી રહ્યા છે. જોકે, તેમના આ પગલાને હરીફ ઇસ્લામવાદી પક્ષોને નબળા કરવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે.
ટ્યુનિશિયામાં નવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરનાર નેશનલ કન્સલ્ટેટિવ કમિશનના સમન્વયક સાદેક બેલૈદે સમાચાર એજન્સી એએફપીના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે ઇસ્લામિક પાર્ટીઓને પડકાર આપવા માટે બંધારણના નવા ડ્રાફ્ટથી ઇસ્લામથી જોડાયેલા તમામ સંદર્ભ હટાવી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, તે રાષ્ટ્રપતિ સૈયદને જે ડ્રાફ્ટ સોંપશે, તેમાં એવા કોઈ સંકેત નહીં હોય જેનાથી લાગે કે ટ્યુનિશિયાનો રાજ્ય ધર્મ ઇસ્લામ છે.
પાઇ-પાઇ માટે તરસતું પાકિસ્તાન હવે ધનિકો પાસે કરશે રિકવરી, લગાવ્યો આ ખતરનાક ટેક્સ
સૈયદને સોમવારે નવા બંધારણનો ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો અને એવી સંભાવના છે કે તે 25 જુલાઈના થઈ રહેલા લોકમતથી પહેલા તેને મંજૂરી આપી શકે છે. તેમને જણાવી દઈએ કે, એક વર્ષ પહેલા 25 જુલાઈના રાષ્ટ્રપતિએ ટ્યુનિશિયામાં તમામ કાર્યકારી શક્તિઓને નિયંત્રિત કરવાનો આદેશ આપ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube