પેરાગ્લાઈડિંગ એ ઘણા લોકોનું સ્વપ્ન સાકાર થાય છે. ઘણા લોકો એડ્રેનાલિન રશનો પીછો કરે છે જે સાહસિક રમતમાંથી આવે છે.જો કે, આ અનુભવ ચિલીમાં એક વ્યક્તિ માટે ખરાબ સ્વપ્નની માફક બની ગયો. એક આઘાતજનક ક્ષણ કેમેરામાં કેદ થઈ હતી જ્યારે પેરાગ્લાઈડર સાથે જોડાયેલા બે માણસોને મદદ કરી રહેલા ગ્રાઉન્ડ વર્કરને પવનના જોરથી આકાશમાં ખેંચવામાં આવ્યો હતો. આ ઘટના સોમવારે મધ્ય ચિલીના કોર્ડિલેરા પ્રાંતમાં પ્યુર્ટો અલ્ટો સ્થિત લાસ વિઝકાચાસમાં બની હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંસ્ટ્રક્ટર સાથે સુરક્ષા વિના હવામાં ઉડ્યો વર્કર
ઘટનાના વીડિયોમાં એક ઇંસ્ટ્રક્ટર અને એક વિદ્યાર્થીને પેરાગ્લાઈડિંગ એરક્રાફ્ટ સાથે બાંધેલા જોઈ શકાય છે. તેણે હેલ્મેટ સહિત તમામ યોગ્ય ગિયર પહેર્યા છે. ગ્રાઉન્ડ વર્કર કે જેણે કોઈ રક્ષણાત્મક ગિયર પહેર્યું નથી અને હાર્નેસમાં બાંધેલું નથી. તે પવનના ઝોંકાથી પેરાગ્લાઈડરને ઉપ્રરની તરફ જવામાં મદદ કરે છે. જેમ જેમ પેરાગ્લાઈડર ઉડાન ભરે છે, વર્કર હાર્નેસના નીચેના ભાગ પર લટકી જાય છે કારણ કે પેરાગ્લાઈડર સતત ઉંચો થતો જાય છે.

Viral Video: બસ ડ્રાઇવરને મહિલાએ બધાની સામે ધોઇ નાખ્યો, આ વાતનો હતો ગુસ્સો


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube