નવી દિલ્હી: અનેકવાર એવું બનતું હોય છે કે લોકો બંદૂકની ગોળીથી નથી ડરતા પણ ભૂતના નામ પર તેમની બત્તી ગુલ થઈ જાય છે. કેટલાક લોકો એવા પણ હોય છે કે ભૂત કે કોઈ ડરામણી વસ્તુઓથી તેમને રોમાંચ ફિલ થાય છે. આવો રોમાંચ ફિલ કરતા લોકો માટે જ આ સમાચાર છે. વાત જાણે એમ છે કે એક ભૂતિયા ઘરમાં 10 કલાક વિતાવવા માટે વ્યક્તિને 14 લાખનું ઈનામ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ડરામણા ઘરનું નામ Mckamey Manor છે. જેને ટોર્ચર હાઉસ પણ કહે છે. આ ઘરમાં 10 કલાક વીતાવવા બદલ તેના માલિકોએ 20 હજાર ડોલર એટલે કે લગભગ 14 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ ઘરમાં દાખલ થતા પહેલા દરેક વ્યક્તિએ 40 પાનાના એક ડોક્યુમેન્ટ પર સાઈન કરવાની હોય છે. તેની સાથે જ એવું પણ જણાવવામાં આવેલું હોય છેકે કોઈ કારણસર મોત થયું તો તેની જવાબદારી માલિકોની રહેશે નહીં. 


આ Mckamey Manorમાં કેવી રીતે કરી શકો એન્ટ્રી?
અમેરિકાના ટેનેસીના સમરટાઉનમાં આવેલા આ ઘરને દુનિયાના સૌથી ડરામણા અને ભૂતિયા ઘર તરીકે ગણવામાં આવે છે. અહીં જતા પહેલા તપાસ કરવામાં આવે છે કે વ્યક્તિની ઉંમર 21 વર્ષથી વધુ છે કે નહીં, તેનો મેડિકલ ઈન્શ્યોરન્સ છે કે નહીં અને ફિટનેસ ટેસ્ટ પણ થાય છે. આ ઘર ડરામણું હોવાની સાથે સાથે અહીં ફરવાની ઈચ્છા ધરાવનારા વ્યક્તિને અનેક પ્રકારના ટોર્ચર પણ કરાય છે. 


આ ઘરમાં 18 થી 20 વર્ષની વચ્ચેની ઉંમરવાળી વ્યક્તિઓના માતા પિતાની સહમતી જરૂરી છે. આ ઉપરાંત કરારમાં એકવાર ઘરમાં ઘૂસ્યા બાદ ટાસ્ક કમ્પલિટ થયા વગર બહાર ન નીકળવાની પણ વાત રજુ  કરાઈ છે. માત્ર મેડિકલ કન્ડીશન ખરાબ હોય તો જ ઘરની બહાર આવી શકાય છે. 


અત્યાર સુધી કોઈએ પૂરું નથી કર્યું ટાસ્ક
આ ઘરના માલિકનું  કહેવું છે કે આ ઘરમાં હજુ સુધી કોઈ 10 કલાકથી વધુ સમય રહી શક્યું નથી. ઘરના માલિકે કહ્યું કે હું એ કહેવા માંગુ છું કે અહીં આવવાનું વિચારી રહેલા લોકો બીજાનો અનુભવ જાણી લે. આ ઉપરાંત તેમને ઘર અંગે દરેક જાણકારી આપીશ. અંદર ચાવીઓ ક્યાં ક્યા રાખી છે જેથી તેઓ બહાર આવી શકે. પરંતુ આ સંપૂર્ણ પણે તે વ્યક્તિ પર નિર્ભર કરે છે કે તે અંદર પાગલપણાની હદે પહોંચ્યા બાદ ત્યાં કેટલું યાદ રાખી શકે છે. 


હાય હાય...તો પછી તો આવા પૈસા શું કામના...