નવી દિલ્હી: આખરે અફઘાનિસ્તાનમાં તાલિબાને પોતાની સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાનની આ સરકારમાં Tragedy પણ છે, Comedy પણ છે અને Surprise પણ છે. Surprise એ છે કે તાલિબાનની આ સરકારમાં પ્રધાનમંત્રી મુલ્લા બરાદર નહીં પરંતુ મુલ્લા હસન અખુંદ હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુલ્લા હસન અખુંદ બન્યો પ્રધાનમંત્રી
અત્યાર સુધીમાં દુનિયાભરના મીડિયામાં મુલ્લા બરાદરનું નામ પ્રધાનમંત્રી તરીકે ચાલતું હતું. પરંતુ એવું બન્યું નહીં. Tragedy એ છે કે અફઘાનિસ્તાનના નવા પ્રધાનમંત્રી મુલ્લા હસન અખુંદ પોતે એક આંતરરાષ્ટ્રીય આતંકવાદી છે એટલે કે તાલિબાને આખી દુનિયાને બતાવી દીધુ કે હવે તે ખુલ્લેઆમ બંદૂકની અણીએ આતંકીવાદીઓની સરકાર બનાવશે. અફઘાનિસ્તાનમાં આતંકીઓની જ સરકાર ચાલશે. જે દુનિયા માટે ખુબ જ ખતરનાક વાત છે. 


Comedy એ છે કે હવે થોડા સમયમાં તમે અફઘાનિસ્તાનના આ આતંકવાદીઓને વ્હાઈટ હાઉસમાં બેસીને જો બાઈડેન સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરતા જોશો અને સમગ્ર દુનિયામાં અમન શાંતિ અને વિકાસની વાતો કરતા હશે. એટલે કે અફઘાનિસ્તાનમાં એક એવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી પ્રધાનમંત્રી હશે જે બુરખા ન પહેરવા બદલ મહિલાઓને કોરડા ફટકારવાની સજા આપે છે. સિરાજુદ્દીન હક્કાની જેવા આતંકવાદી કે જે સ્યૂસાઈડ બોમ્બર્સ તૈયાર કરે છે તે ગૃહમંત્રી બનશે. દુનિયા સાથે આનાથી ભદ્દી મજાક કઈ હોઈ શકે. 


તાલિબાનની આ સરકાર બનાવનારા આતંકવાદીઓના Resume જોઈને તેમના વિશે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. પ્રધાનમંત્રી બનનારા આતંકવાદીનું આખુ નામ મુલ્લા મોહમ્મદ હસન અખુંદ છે. 


શરિયા કાયદાનો કટ્ટર સમર્થક છે હસન અખુંદ
તેનો પરિચય એ છે કે તે તાલિબાનના સંસ્થાપકોમાંથી એક છે. તેને ઈસ્લામ ધર્મનો વિદ્વાન ગણવામાં આવે છે અને શરિયા કાયદાના કટ્ટર સમર્થક છે. તે બોમ્બ ધડાકાથી જેહાદ ફેલાવવાની ટ્રેનિંગ પણ આપી ચૂક્યો છે. અનુભવની વાત કરીએ તો તે તાલિબાનની પહેલી સરકારમાં કામ કરી ચૂક્યો છે. તેની પાસે આંતરરાષ્ટ્રીય આતંકવાદી હોવાનો અનુભવ છે. તે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર આતંકીઓની સૂચિમાં પણ સામેલ છે. NATO દેશોની સેનાઓ પર જેહાદી હુમલાનું નેતૃત્વ કરી ચૂક્યો છે અને હજારો આતંકીઓને Suicide Bombers બનાવવાનો અનુભવ પણ તેની પાસે છે. 


આ ઉપરાંત તાલિબાનમાં તમામ મોટા નિર્ણયો લેનારી Leadership Council 'રહબરી શૂરા'નો તે પ્રમુખ છે. તેની Hobby બોમ્બ વિસ્ફોટની યોજના ઘડવી, સુન્ની ઈસ્લામની કટ્ટર માન્યતાઓનો પ્રચાર કરવો અને આતંકવાદના નામ પર દુનિયાભરમાં જેહાદ કરવાનો છે. 


આ કારણે પીએમ બન્યો મુલ્લા અખુંદ
તેનો Objective એટલે કે ઉદ્દેશ્ય અફઘાનિસ્તાનમાં શરિયા કાયદો લાગુ કરવો, અફઘાનિસ્તાન બાદ કાશ્મીર, ઈરાક, સીરિયા અને યમન જેવા દેશોમાં જેહાદની નવી લડાઈ શરૂ કરવાનો છે. આ એ વાતો છે જેના આધાર પર મુલ્લા હસનને તાલિબાન સરકારમાં પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો. દુનિયાની સાથે આનાથી ભદ્દી મજાક કઈ હોઈ શકે. મુલ્લા હસનની સરકારમાં મુલ્લા બરાદરને નાયબ પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યો છે. મુલ્લા બરાદરનું આખુ નામ મુલ્લા અબ્દુલ ગની બરાદર છે. 


તે પણ તાલિબાનના સંસ્થાપકોમાંથી એક છે અને તાલિબાનની આતંકવાદી ગતિવિધિઓને રાજનીતિક રીતે યોગ્ય ઠેરવે છે. તે પાકિસ્તાનની જેલમાં આઠ વર્ષ કેદ રહી ચૂક્યો છે. તાલિબાનની પહેલી સરકારમાં તે નાયબ વિદેશમંત્રી રહી ચૂક્યો છે. આત્મઘાતી હુમલા કરવામાં એક્સપર્ટ છે. અત્યાર સુધીમાં અનેક આતંકીઓને uicide Jackets પહેરાવીને મોટા હુમલા કરાવી ચૂક્યો છે. 


બરાદર  પાસેથી ગઈ ખુરશી
તેની Hobby  એક નેતા જેવા દેખાવવાની છે. તે દુનિયાના સૌથી ખતરનાક આતંકીઓમાંથી એક છે. તેનો હેતુ પણ દુનિયામાં ઈસ્લામનું રાજ સ્થાપિત કરવાનું છે. પહેલા એવી ખબર હતી કે મુલ્લા હસનની જગ્યાએ તેને પ્રધાનમંત્રી બનાવવામાં આવશે. પરંતુ બે કારણોસર એમ બની શક્યું નહીં. પહેલું કારણ એ હતું કે તાલિબાનમાં તેને લઈને એવી ધારણા બની કે તે અમેરિકાની નીકટ છે  અને બીજું કારણ પાકિસ્તાન છે. 


એક રિપોર્ટ મુજબ પાકિસ્તાન ઈચ્છતું હતું કે તાલિબાન સરકારનું નેતૃત્વ એવા નેતા પાસે હોય કે જેને કોઈએ જોયો ન હોય અને જે આંતરરાષ્ટ્રીય દબાણમાં પણ ન આવે. મુલ્લા બરાદર આ બંને શરતો પર ખરો ઉતરતો નહતો અને કદાચ આ જ કારણે તેને પ્રમુખ બનાવવામાં આવ્યો નથી. 


મુલ્લા અબ્દુલ સલામ પણ ડેપ્યુટી પીએમ
મુલ્લા બરાદર ઉપરાંત મુલ્લા અબ્દુલ સલામ હનાફી પણ અફઘાનિસ્તાનમાં ડેપ્યુટી પીએમ બનશે. એટલે કે આ સરકારમાં બે ડેપ્યુટી પીએમ રહેશે. મુલ્લા અબ્દુલ સલામ હનાફી ગત વર્ષ અમેરિકા અને તાલિબાન વચ્ચે થયેલા દોહા શાંતિ સમજૂતિમાં સામેલ હતો. તેણે સોમવાર સવારે જ અફઘાનિસ્તાનમાં ચીનના રાજદૂત સાથે મુલાકાત કરી છે. તેને તમે તાલિબાનની આ સરકારમાં ચીનનો પ્રભાવ પણ ગણી શકો છો. 


હક્કાની નેટવર્કના પ્રમુખ સિરાજુદ્દીન હક્કાનીને તાલિબાન સરકારમાં ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે. ગૃહમંત્રીનું કામ દેશમાં આતંરિક શાંતિ સ્થાપવાનું છે. જ્યારે સિરાજુદ્દીન હક્કાની છેલ્લા લગભગ 25 વર્ષથી અફઘાનિસ્તાનમાં આંતરિક અશાંતિનું સૌથી મોટું કારણ રહ્યો છે. આથી હક્કાનીને ગૃહમંત્રી બનાવવો એ કોઈ Comedy થી કમ નથી. 


હક્કીની પર 38 કરોડ રૂપિયાનું ઈનામ
સિરાજુદ્દીન હક્કાની અમેરિકા તરફથી જાહેર કરાયેલો આંતરરાષ્ટ્રીય આતંકવાદી પણ છે. તેના પર અમેરિકાએ 5 Million Dollars એટલે કે લગભગ 38 કરોડ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. તમે આવો ખૂંખાર ગૃહમંત્રી દુનિયામાં ક્યાંય જોયો નહીં હોય. હક્કાની the new York Time માં લેખ પણ લખી ચૂક્યો છે. 


મુલ્લા યાકૂબ અફઘાનિસ્તાનનો નવો રક્ષામંત્રી હશે. મુલ્લા યાકૂબ, મુલ્લા ઉમરનો પુત્ર છે. જે તાલિબાનની પહેલી સરકારનો પ્રમુખ હતો અને મુખ્ય સંસ્થાપક પણ હતો. આ પણ અફઘાનિસ્તાનનો એક મોટો આતંકવાદી છે. 


આમિર ખાન મુત્તાકી વિદેશ મંત્રી હશે. મુત્તાકીને તાલિબાનના સૌથી ખતરનાક આતંકીઓમાંથી એક ગણવામાં આવે છે. હવે વિચારો કે અફઘાનિસ્તાનના વિદેશ મામલાઓને એક આતંકીવાદી જોશે. દુનિયા ટેબલ પર બેસીને આ આતંકવાદી સાથે સમજૂતિઓ પર હસ્તાક્ષર કરશે. 


ખૈરુલ્લાહ ખૈરખ્વાહ સૂચના પ્રસારણ મંત્રી હશે. આ આતંકવાદી અમેરિકાની જેલમાં 12 વર્ષ રહી ચૂક્યો છે. હવે તે વ્હાઈટ હાઉસમાં બેસીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરશે. 


વધુ વિગતો માટે જુઓ Video



કટ્ટરપંથી અબ્દુલ હકીમ હશે ન્યાયમંત્રી
આતંકવાદી અબ્દુલ હકીમ ન્યામંત્રી હશે. અબ્દુલ હકીમ અત્યાર સુધીમાં લાખો લોકોને કટ્ટરપંથી બનાવી ચૂક્યો છે. તેને શરિયા કાયદાનો સૌથી મોટો સમર્થક ગણવામાં આવે છે. હવે વિચારો કે જ્યારે આવા આતંકવાદી ન્યાયમંત્રી હશે તો અફઘાનિસ્તાનના લોકો સાથે કેવો ન્યાય થશે. 


મુલ્લા હિદાયત બદરીને નાણામંત્રી બનાવવામાં આવ્યો છે. જે તાલિબાનના ફંડિંગનો હિસાબ કિતાબ રાખી ચૂક્યો છે. તે હથિયારોના ખરીદવેચાણ માટે જાણીતો છે. 


સ્ટેનકઝઈ બનશે નાયબ વિદેશમંત્રી
શેર મોહમ્મદ અબ્બાસ સ્ટેનકઝઈ નાયબ વિદેશમંત્રી હશે. તે 1982માં દહેરાદૂનની Millitary Academy માં ટ્રેનિંગ લઈ ચૂક્યો છે અને તેની પાસે મુજાહિદીન સંગઠનો સાથે તાલિબાનમાં પણ કામ કરવાનો લાંબો અનુભવ છે. તેણે હાલમાં જ દોહામાં ભારતીય દૂતાવાસ સાથે મુલાકાત કરી હતી.