સિદ્ધુ શાંતિ સંદેશ લઇને આવ્યા, તેમના પર સવાલ યોગ્ય નહી: ઇમરાન ખાન
ઇમરાન ખાને તેમ પણ કહ્યું કે, ભારતમાં જે લોકો સિદ્ધું અહીં આવવા મુદ્દે સવાલ ઉઠાવી રહ્યા છે, તેઓ બંન્ને દેશો વચ્ચે શાંતિ થાય તેવું નથી ઇચ્છતા
નવી દિલ્હી : પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાનમાં ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા મુદ્દે થયેલા વિવાદ વચ્ચે ઇમરાન ખાને સિદ્ધુનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, મારા શપથ ગ્રહણ સમારોહમાં આવવા માટે હું સિદ્ધુનો આભાર વ્યક્ત કરૂ છું. તેઓ શાંતિદૂત પ્રકારે આવે અને પાકિસ્તાનનાં લોકોને તેમનો ભરપુર પ્રેમ અને સ્નેહ મળ્યો હતો. આ સાથે જ ઇમરાન ખાને તેમ પણ કહ્યું કે, ભારતમાં જે લોકો સિદ્ધુએ અહીં આવવા મુદ્દે તેમના પર સવાલ ઉઠાવી રહ્યા છે, તેઓ આ બંન્ને દેશો વચ્ચેની શાંતિ મંત્રણામાં બાધા ઉત્પન્ન કરી રહ્યા છે. શાંતિ વગર આપણો વિકાસ શક્ય નથી.
આ સાથે જ ઇમરાન ખાને તેમ પણ કહ્યું કે, આગળ વધતા કાશ્મીર સહિતનાં મુદ્દે તમામ વિવાદ મુદ્દાના સમાધાન માટે ભારત અને પાકિસ્તાનને આંતરિક રીતે વાતચીત કરવી. ઉપમહાદ્વીપના લોકોની ગરીબીના ઉન્મુલન અને તેમના જીવનને સર્વશ્રેષ્ઠ બનાવવાની આ તક છે. સાથે જ વાતચીત દ્વારા મતભેદોને ઉકેલતા પરસ્પર વ્યાપાર ચાલુ કરવામાં આવવા જોઇએ.
સિદ્ધુની સ્પષ્ટતા
અગાઉ ઇમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ કરવા દરમિયાન પાકિસ્તાન સેના પ્રમુખ કવર જાવેદ બાજવાને ગળે મળવા અને તે દરમિયાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિના બગલમાં બેસવા મુદ્દે થયેલા વિવાદ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ પહેલી વાર સ્પષ્ટતા કરતા કહ્યું કે, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પોતે એક રાત્રે તેમને ફોન કરીને કહ્યું કે, તમને ત્યાં જવા માટેની અનુમતી આપવામાં આવી રહી છે. આ પૃષ્ટભુમિમાં સિદ્ધુએ કહ્યું કે, તેમને ખોટી રીતે ઘેરવામાં આવી રહ્યા છે.