અમેરિકાના ઇન્ડીયાનાના ગૈરીમાં એક પાર્ટીમાં ફાયરિંગ થયું છે. હુમલામાં દસ લોકોને ગોળી મારી છે. તેમાંથી ત્રણ લોકોના મોતના સમાચાર છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે સોમવારે અમેરિકાના સ્વતંત્રતા દિવસ પર શિકાગોમાં યોજાઇ રહેલી પરેડમાં ફાયરિંગની ઘટના સર્જાઇ હતી. ઘટના શિકાગોના ઉપનગર હાઇલેંડ પાર્કમાં સર્જાઇ હતી. ઇલેનોય રાજ્યના ગર્વનર જેબી પ્રિત્ઝકરે 6 લોકોના મોત અને 24 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી આપી હતી. હુમલાવરોને પકડી લેવામાં આવ્યા હતા. તેમની ઉંમર 22 વર્ષની હતી. 


ફાયરિંગના આરોપીની ઓળખ રોબર્ટ બોબી ઇ ક્રીમોના રૂપમાં થઇ હતી. પોલીસે ઘટનાના લગભગ બે કલાક બાદ તેને પકડી લીધો હતો. પોલીસે આરોપી શૂટરની તસવીર પણ જાહેર કરી છે. કદ કાઠીમાં તે ખૂબ નાનો છે. તેણે લાંબા વાળ રાખ્યા છે અને શરીર પર ઘણા ટેટૂ બનાવ્યા છે. હુમલાના દિવસે તેણે સફેદ-વાદળી ટી શર્ટ પહેરી હતી. 


આ પહેલાં અહીં તાજેતરમાં એક સ્કૂલમાં ફાયરિંગમાં ઘણા બાળકો સહિત 21 લોકોના મોત થયા હતા.