કિંશાસા: આફ્રિકી દેશ કોંગોથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે ત્રણ સગી બહેનોએ એક જ યુવક સાથે લગ્ન કરી લીધા છે. આ ત્રણેય બહેનોને એક જ યુવક સાથે પ્રેમ થઈ ગયો અને પછી બહેનોએ શરત મૂકી કે યુવકે ત્રણેય જોડે એક જ સમયે લગ્ન કરવા પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગજબની લવસ્ટોરી
ડેઈલી સ્ટારમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ ત્રણ સગી  બહેનો સાથે લગ્ન કરનારા વ્યક્તિનું નામ લુવિઝો છે. તેની ઉંમર 32 વર્ષ છે. લુવિઝોએ Natasha, Natalie અને Nadege નામની ત્રણ બહેનો સાથે એક સાથે લગ્ન કરી લીધા. લુવિઝોની મુલાકાત સૌથી પહેલા નતાલી સાથે સોશિયલ મીડિયા દ્વારા થઈ હતી. ત્યારબાદ તે તેની અન્ય બહેનો સાથે પણ રિલેશનશીપમાં આવી ગયો. 


યુવક સામે રાખી વિચિત્ર શરત
લુવિઝોએ જણાવ્યું કે તેની પાસે કોઈ વિકલ્પ ન હતો કારણ કે તેમણે શરત રાખી હતી કે ત્રણેય બહેનો સાથે તેણે લગ્ન કરવા પડશે અને તે પણ એક જ દિવસે. આ નિર્ણય તેના માટે ખુબ જ કપરો હતો. યુવકે કહ્યું કે મારા માતા પિતા તો હજુ સમજી શકતા નથી કે આખરે મે આવું કેમ કર્યું?


યુવકે માનવી પડી વાત
એક યુવતીએ જ્યારે એમ કહ્યું કે અમે ત્રણેય બહેનોએ લુવિઝો સામે એક સાથે લગ્નની શરત રાખી તો તે દંગ રહી ગયો. જો કે ત્યારબાદ તેણે અમારી આ શરત માનવી પડી. અમે ત્રણેય બહેનો તેને ખુબ પ્રેમ કરીએ છીએ. 


તેમણે વધુમાં કહ્યું કે ભલે લોકો ત્રણ મહિલાઓના એક પતિ શેર કરવાની વાત અશક્ય સમજતા હોય. પરંતુ અમે ત્રણેય  બહેનો બાળપણથી દરેક ચીજ શેર કરતા આવ્યા છીએ અને હવે પતિ પણ શેર કરીશું. નોંધનીય છે કે લુવિઝો સાથે લગ્ન કર્યા બાદ ત્રણેય બહેનો ખુબ ખુશ છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube