TikTok પર ચાલ્યો ખતરનાક ટ્રેન્ડ! પરી બનવા માટે એવી એવી હરકતો કરે છે છોકરીઓ, જોઈને લોકો ડર્યા
હાલમાં જ ટિકટોક પર વાયરલ થયેલી #FairyFlying ચેલેન્જ પર ચિંતા વધી રહી છે. આ ચેલેન્જમાં યૂઝર્સને પરેશાન કરનારી તસવીરો સાથે વીડિયો બનાવવાનું કહેવાય છે. જેને કેટલાક લોકો ફેક `ફાંસી લગાવીને આત્મહત્યા કરનારા` વીડિયો સાથે જોડે છે. આ પડકારે યુવા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર તેના સંભવિત પ્રભાવ વિશે ચિંતા પેદા કરી છે.
હાલમાં જ ટિકટોક પર વાયરલ થયેલી #FairyFlying ચેલેન્જ પર ચિંતા વધી રહી છે. આ ચેલેન્જમાં યૂઝર્સને પરેશાન કરનારી તસવીરો સાથે વીડિયો બનાવવાનું કહેવાય છે. જેને કેટલાક લોકો ફેક 'ફાંસી લગાવીને આત્મહત્યા કરનારા' વીડિયો સાથે જોડે છે. આ પડકારે યુવા લોકોના માનસિક સ્વાસ્થ્ય પર તેના સંભવિત પ્રભાવ વિશે ચિંતા પેદા કરી છે. કેટલાક લોકોનું માનવું છે કે આ પડકાર યુવા લોકોને આત્મહત્યાના વિચારો વિશે વિચારવા માટે પ્રેરિત કરી શકે છે. તેઓ એટલા માટે પણ ચિંતિત છે કારણ કે આ પડકાર યુવા લોકોને આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. ટિકટોકે આ પડકારની તપાસ કરવાનું વચન આપ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
બુધવાર સુધીમાં #FairyFlying વીડિયોને 66 મિલિયનથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે. તેમાંથી એક વીડિયોમાં એક ટિકટોકર @emmytherattypatty એ 11 સેકન્ડની એક ક્લિપ પોસ્ટ કરી જેમાં તે એક ડ્રેસર સામે લટકેલી જોવા મળી રહેલી છે અને તેનું માથું છૂપાડેલું છે. જો કે વીડિયોને નજીકથી જોતા ખબર પડે છે કે તે વાસ્તવમાં ડ્રેસર પર ઊભી છે અને ક્રોક્સ તેની એડીથી લટકી રહ્યા છે અને તેના હાથ લહેરાવી રહી છે.
પહેલા પણ આવી ચૂક્યા છે આવા ટ્રેન્ડ
અત્રે જણાવવાનું કે ટિકટોક પર પહેલા પણ અનેક ખતરનાક ટ્રેન્ડ આવી ચૂક્યા છે. પ્લેટફોર્મે પહેલા બેનાડ્રિલ, બોટ જંપિંગ, અને સ્કાર્ફ ગેમ પડકારો જેવા ખતરનાક પડકારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. #FairyFlying ટ્રેન્ડ પરેશાન કરનારો છે અને આત્મહત્યા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેનાથી નેગેટિવ ઈમોશન્સ આવી શકે છે અને આત્મહત્યાના આઈડિયા રજુ કરે છે.
મેન્ટલ હેલ્થ કાઉન્સિલર એલીસિયા અકિંસે કહ્યું કે જો કોઈ વ્યક્તિ મેન્ટલ હેલ્થ પ્રોબ્લમમાંથી પસાર થઈ રહ્યો છે તો લોજિકલી સમજમાં નથી આવતું, ખાસ કરીને બાળકોને. આ વીડિયો જોઈને તેઓ પ્રેરિત થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube