Time Traveller: ધરતી પર જલદી આવશે તબાહી! બાબા વેંગા-નોસ્ટ્રાડેમસની ડરામણી ભવિષ્યવાણી
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિ @darknesstimetravel એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરે છે. આ સાથે તે ભવિષ્યની ઘટનાઓને લઈને દાવો કરે છે. આ વખતે તેણે ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે, જેણે લોકોને ડરાવી દીધા છે.
નવી દિલ્હીઃ Time Traveller Warns: દુનિયામાં ઘણા લોકો પોતાને ટાઇમ ટ્રાવેલર ગણાવે છે. હવે વધુ એક વ્યક્તિએ દાવો કર્યો છે અને તેનું કહેવું છે કે તે વર્ષ 2858થી પરત ફરીને આવ્યો છે. તેણે વિષ્યવાણી કરી હતી કે વર્ષ 2023માં પાંચ મોટી ઘટનાઓ થશે. વ્યક્તિનો દાવો છે કે તે ટાઇમ ટ્રાવેલ કરીને આવ્યો છે અને ભવિષ્ય પણ જોયું છે. ધરતી પર એલિયનના કબજાથી લઈને તબાહી સુધીનો દાવો કર્યો છે.
આ પહેલા પણ એક વ્યક્તિએ ટાઈમ ટ્રાવેલર હોવાનો દાવો કર્યો હતો. તેણે એલિયન્સ અને માણસો વચ્ચેના યુદ્ધની પણ વાત કરી. આ વ્યક્તિએ બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસની ડરામણી ભવિષ્યવાણીઓ પણ કરી છે જેનાથી લોકોમાં ભય ફેલાયો છે. આ વ્યક્તિનું કહેવું છે કે તે વર્ષ 2858થી પરત આવ્યો છે. આ સાથે તેણે જોયું છે કે વર્ષ 2023માં પાંચ મોટી ઘટનાઓ બનશે, જેની અસર મનુષ્યોને થશે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ વ્યક્તિ @darknesstimetravel એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કરે છે. આ સાથે તે ભવિષ્યની ઘટનાઓને લઈને દાવો કરે છે. આ વખતે તેણે ટિકટોક પર એક વીડિયો શેર કર્યો છે, જેણે લોકોને ડરાવી દીધા છે.
તેમાં તેણે કહ્યું કે ધ્યાન આપો- હું વર્ષ 2858થી પરત આવેલો એક ટાઇમ ટ્રાવેલર છું. તમે વર્ષ 2023માં થનારી આ પાંચ તારીખોને યાદ રાખી લો. આ વીડિયોમાં તેણે એલિયન્સથી લઈને વર્મહોલ સુધી જણાવ્યું છે. આ સ્વ-ઘોષિત ટાઇમ ટ્રાવેલરે ડરામણા દાવા કર્યાં છે.
આ પણ વાંચોઃ Viral News: એક સચવાતી નથી ત્યાં આ 7 પત્નીઓને એક સાથે રાખે છે આ ભાયડો!
જાણો ક્યારે શું થશે
સ્વ-ઘોષિત ટાઇમ ટ્રાવેલરનો દાવો છે કે વર્ષ 2023માં 28 ફેબ્રુઆરીએ ધરતી પર એલિયનનો કબજો થઈ જશે. તેણે કહ્યું કે દરેક ઈચ્છે છે કે ધરતી પર એલિયન કબજો કરી લે અને હવે તે દિવસ જલદી આપવાનો છે.
આ સાથે તેણે ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી કરી છે. તેમનો દાવો છે કે આ વર્ષે 30 માર્ચે એક એરક્રાફ્ટ વોર્મહોલમાં ગાયબ થઈ જશે. પ્લેનમાં મુસાફરો માટે તે માત્ર છ સેકન્ડ હશે, પરંતુ વિશ્વના લોકો માટે છ વર્ષ.
મંગળ ગ્રહ પર મળશે હાડકાં
તેનો ત્રીજો દાવો છે કે મંગળ ગ્રહ પર ચાર મેના મનુષ્યના હાડકાં મળશે ત્યારબાદ દુનિયાને વિશ્વાસ થઈ જશે કે આપણે બધા મૂળ રૂપથી લાલ ગ્રહના નિવાસી છીએ અને મનુષ્યોની ઉત્પત્તિ મંગળ પર થઈ છે.
છ લોકોને મળશે સૂર્યથી શક્તિ
વ્યક્તિનો ચોથો દાવો છે કે બે દુલાઈએ છ વ્યક્તિને સૂર્યની ચરમ ઉર્જાથી મહાશક્તિઓ મળશે. આ સિવાય પાંચમો દાવો છે કે એક વ્યક્તિ ગુપ્ત સરકારી પરિયોજનાઓ પર કામ કરી રહેલા વૈજ્ઞાનિક સમાનાંતર બ્રહ્માંડ માટે એક પોર્ટલ ખોલશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube