નવી દિલ્હી : એશિયામાં તાકાતવર દેશ ગણાતા ચીનનું નામ માત્ર વીસ હજારની વસતી ધરાવતા એક નાના દેશે કાપી લીધું છે. એશિયા પેસિફિક રિજનમાં આવેલા પલાઉ નામના દેશે ચીનની વાત માનવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. આખી વાતમાં મામલો છે તાઇવાનને માન્યતાત આપવાનો. ચીન પોતાની દાદાગીરી દેખાડીને દુનિયા પર તાઇવાનને માન્યતા ન આપવાનું દબાણ કરે છે. જોકે આખી દુનિયામાં પલાઉ સહિત 17 જેટલા નાના દેશોએ ચીનની આ વાત માનવાનો ઇનકાર કરીને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓ તાઇવાનને સ્વતંત્ર દેશ ગણીને તેની સાથેના પોતાના સંબંધ જાળવી રાખશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે એશિયામાં સૌથી મોટી તાકાત બનવાની મથામણ કરી રહેલુ ચીન પાડોશી દેશ ખાસ કરીને ભારતની આસપાસના પાડોશી દેશોને પોતાની જાળમાં ફસાવી રહ્યું છે. એક એક કરીને ભારતની આસપાસના દેશોને પોતાના પડખે સેરવી રહ્યું છે. બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, મ્યાંમાર બાદ હવે નેપાળને લલચાવવા માટે તેણે મોટુ પગલું ભર્યુ છે. તેણે પોતાના ચાર પોર્ટને નેપાળ માટે ખોલ્યા છે. આ મોટા ઘટનાક્રમ હેઠળ ચીન અને નેપાળ વચ્ચે કાઠમંડૂમાં થયેલા એક મહત્વના કરાર મુજબ હવે નેપાળ વ્યાપાર માટે ચીનના પોર્ટનો ઉપયોગ કરી શકશે. 


નોંધનીય છે કે નેપાળ અત્યાર સુધી પોતાનો મોટાભાગનો વ્યાપાર હિંદુસ્તાનથી કરે છે. પરંતુ 2016 પહેલા નેપાળમાં મધેસી આંદોલન ચાલી રહ્યું હતું તે વખતે બંને દેશો વચ્ચે સંબંધ બગડ્યાં. ત્યારબાદ નેપાળના વડાપ્રધાન ઓ પી કોલીએ 2016માં બેઈજિંગ સાથે પોતાના સંબંધ આગળ વધાર્યાં. ચીને શુક્રવારે નેપાળને પોતાના ચાર બંદરો અને 3 લેન્ડ પોર્ટના ઉપયોગની મંજૂરી આપી દીધી. તેનાથી આંતરરાષ્ટ્રીય કારોબાર માટે જમીનથી ઘેરાયેલા નેપાળની ભારત પર નિર્ભરતા ખતમ થઈ જશે. 


દુનિયાના સમાચાર જાણવા માટે કરો ક્લિક...