ઇઝરાઇલ: ત્રણ વર્ષની મેલેનિયા પેટ્રુશાન્સકા (Melaniya Petrushanska)ને અચાનક જ 6 મહીના સુધી અનપેક્ષિત દેશનિકાલ સહન કરવું પડ્યું હતું. તે રજાઓમાં દેશથી બહાર મીની ટ્રિપ પર ગઇ અને અચનાક કોરોના વાયરસ (coronavirus)ના કહેરના કારણે ઇઝરાઇલ (Israel)એ તેના દેશની બોર્ડર સીલ કરી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂક્રેની ઇમિગ્રન્ટની આ 3 વર્ષની બાળકીના માતા પિતાની આંખમાં આંસુ ત્યારે આવી ગયા હતા. જ્યારે ઇઝરાઇલ એરલાઇન્સે મેલેનીયાને યૂક્રેનના કીવીથી સ્પેશિયલ સિક્યોરિટી સાથે પરત લાવવાનું કહ્યું હતું. 3 વર્ષની મેલેનીયા જાન્યુઆીમાં તેની દાદી સાથે યુક્રેન ગઇ હતી.


આ પણ વાંચો:- કોરોના સંકટ બાદ ચીનનો વધુ એક ખતરનાક પ્લાન, PAK સાથે કરી રહ્યું છે સીક્રેટ ડીલ


જો કે, કોરોના કહેર વચ્ચે પરત ફરવાની ફ્લાઇ્ટસ એકદમ બંધ થઇ ગઇ હતી. કેમ કે, ઇઝરાઇલ પણ કોરોના મહામારીનો સામનો કરવા તમામ પ્રકારના પ્રતિબંધ લગાવી રહ્યું હતું. જો કે, હવે તે ફરીથી પાટા પર આવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.


મેલેનિયાની માતા એલોનાએ જણાવ્યું હતું કે, કેવી રીતે તે આટલી દુર ફસાયેલી બાળકી સાથે વીડિયો કોલ પર વાત કરતી હતી અને તે સમયે તે મેલેનિયાને સમજાવતી હતી કે, પ્લેન બીમાર છે અને તેનો પરત આવવા માટે કોઇ રસ્તો નથી. કેમ કે, તમામ લોકો બીમાર છે.


મેલેનિયા ઇઝરાઇલની નાગરી હતી, પરંતુ તેની દાદી ઇઝરાઇલની નાગરીક ન હતી. એલોનાના જણાવ્યા અનુસાર, આ કારણે પુત્રીને ત્યાંથી લાવવી અશક્ય હતી, કારણ કે, લોકડાઉનના કારણે વિદેશી નાગરિકોને મંજૂરી નહોતી. માત્ર ઇઝરાઇલ નાગરિકો માટે થોડી ફ્લાઇટ્સ ઉપલબ્ધ હતી.


આ પણ વાંચો:- Coronavirus Vaccine News: હવે બીજી કોરોના વેક્સિન બનાવવામાં લાગ્યું રૂસ, 27 જુલાઈએ શરૂ થશે માનવ ટ્રાયલ


બાળખના માતા પિતા પોતાને લાચાર જોઇ રહ્યાં હતા. જો તેઓ મેલેનિયાને યુક્રેન લેવા ગયા હોત, તો નિયમો અનુસાર તેમને 14 દિવસ પહેલા તો ક્વોરન્ટાઇનમાં રહેવું પડ્યું હતો અને ત્યારબાદ ઇઝરાઇલ પરત ફરતા ફરી 14 દિવસ કોરન્ટાઇન થવું પડ્યું હોત. એલોનાએ કહ્યું કે, તેના અને તેના પતિ માટે આ ડૂબતી ઇઝાલઇલની અર્થવ્યવસ્થામાં જોખમમાં પડેલી નોકરીમાંથી આટલો સમય કાઢવો અશક્ય હતું.


તમને જણાવી દઇએ કે, ઇઝરાઇલ એરલાઇન્સ પહેલી એવી એરલાઇન્સ હશે, જે આવા નાના બાળકને એકલા પરત લાવવામાં સંમત થઇ. એલોનાએ જણાવ્યું કે, એરલાઇન્સે સમગ્ર બાળકી સાથે મુસાફરીમાં એક કર્મચારીને રાખવાનો ખર્ચ પણ ઉમેર્યો છે.


આ પણ વાંચો:- નેપાળઃ પીએમ ઓલી સાથે વિવાદ યથાવત, પ્રચંડ બોલ્યા- 'હજુ તૂટી શકે છે પાર્ટી' 


સત્ય એ છે કે મેલેનિયા હજી પણ સેલ્ફ આઇસોલેશન છે. પરિવારે તેને કોરોના વાયરસ માર્ગદર્શિકા હેઠળ અલગ રાખી છે. જો કે તે બહાર જવા માટે ઉત્સુક છે.


એલોના કહે છે, 'અમને હવે સારું લાગે છે, કારણ કે બધી મુશ્કેલીઓ અને મુશ્કેલ સમય પછી, હવે અમે બધા સાથે છીએ.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube